Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

મોરબી વિધાનસભા બેઠક પર ૦૯ અપક્ષ ઉમેદવારોએ ફોર્મ પરત લીધા : હવે ૧૭ ઉમેદવારો મેદાને.

મોરબી વિધાનસભા બેઠક પર ફોર્મ ભર્યા બાદ ફોર્મ ચકાસણીમાં ૨૬ ફોર્મ સ્વીકારવામાં વ્ય હતા ત્યારે ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસ સુધીમાં કુલ ૦૯ અપક્ષ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધા છે જેથી હવે મોરબી વિધાનસભા બેઠક પર કુલ ૧૭ ઉમેદવારો વચ્ચે જંગ જામશે
મોરબી-માળિયા વિધાનસભા બેઠક પર કુલ ૨૬ ઉમેદવારોના ફોર્મ માન્ય રાખી સ્વીકારવામાં આવ્યા હતા અને તા. ૧૬ તેમજ ૧૭ ના રોજ ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની કામગીરી કરવામાં આવી હતી ત્યારે આજે ફોર્મ પરત ખેંચવાની મુદત વીત્યા બાદ હવે ચુંટણી ચિત્ર સ્પષ્ટ થયું છે જેમાં કુલ ૦૯ અપક્ષ ઉમેદવારો મેદાન છોડી જતા રહ્યા છે અને હવે ૧૭ ઉમેદવારો વચ્ચે ચુંટણી જંગ જામશે મોરબી બેઠક પર ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી ઉપરાંત ૧૩ અપક્ષ ઉમેદવારો મેદાનમાં જોવા મળી રહ્યા છે.

(11:04 pm IST)