Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

મોરબી: લાયન્સનગર મેઈન રોડનું અધૂરું કામ તાકીદે પૂર્ણ કરવા માંગ.F

શનાળા બાયપાસ પાસે આવેલ વોર્ડ નં.11માં લાયન્સ નગર ગોકુલનગરનો મેઈન રોડ અધૂરો: સ્થાનિકોને ભારે મુશ્કેલી

મોરબીમાં શનાળા બાયપાસ પાસે આવેલ વોર્ડ નં.11માં લાયન્સ નગર ગોકુલનગરનો મેઈન રોડ અધૂરો બનાવવામાં આવ્યો છે. જેથી સ્થાનિકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે જે રોડનું કામ તાત્કાલિક પૂર્ણ કરવા સામાજિક કાર્યકરે રજૂઆત કરી છે
મોરબીમાં શનાળા બાયપાસ પાસે આવેલ વોર્ડ નં.11માં લાયન્સ નગર ગોકુલનગરનો મેઈન રોડ નવો બનવવામાં આવી રહ્યો છે.ત્યારે હજુ સુધી આગળનો રોડ બનાવવાનો બાકી છે. અને એનું કામ અધૂરું મૂકી દેવામાં આવ્યું છે તેથી વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે.આ ઉપરાંત સ્ટ્રીટ લાઈટ તેમજ કચરાની ગાડી પણ આવતી ન હોય જેથી જેથી સ્થાનિકોએ પણ માંગ છે કે આ પાયાની સવલતો પણ પૂર્ણ કરવામાં આવે, આ અંગે સામાજિક કાર્યકર અબ્દુલભાઇ એમ. બુખારીએ નગર સેવા સદનના ચીફ ઓફિસરને લેખિત રજુઆત કરી છે.

(9:56 am IST)