Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

ચૂંટણી લોકશાહીનું પર્વ

જુનાગઢ, તા.૫: આપણા બંધારણના આમુખમાં સ્‍પષ્ટ જણાવાયું છે કે, આપણે લોકશાહી, બિનસાંપ્રદાયિક, અને પ્રજાસતાક દેશ છીએ. અબ્રાહમ લિંકને લોકશાહીની વ્‍યાખ્‍યા આપતા કહ્યું હતું કે, લોકશાહી એટલે લોકોનું અને લોકો માટેનું અને લોકો દ્વારા ચાલતું શાસન.

ઉપરોક્‍ત વ્‍યાખ્‍યા ઉપરથી સ્‍પષ્ટ થાય છે કે લોકશાહીનું સાચું બળ કે આત્‍મ જનતા છે. જનતા જનાર્દન પોતાને મળેલા મતાધિકારના અમોધ શષા વડે ભલભલા રાજકીય નેતાઓને રાજમહેલ માં બેસાડી શકે છે અને રાજમહેલ માં થી ફૂટપાથ પર મૂકી દે છે.

લોકશાહી દેશમાં બંધારણે આપેલ મતાધિકારનો ઉપયોગ દરેક જાગળત નાગરિકોએ અચૂક કરવો જ જોઈએ. નિર્વાચન આયોગ પણ દેશમાં મુક્‍ત નિષ્‍પક્ષ અને ન્‍યાયી ચૂંટણીઓ યોજાય તે માટે જાગળત અને સતર્ક રહે  તે આવશ્‍યક છે.

વિશ્વમાં ભારત સૌથી વધુ વસ્‍તી ધરાવતો દેશ છે. દુનિયાના સૌથી મોટા લોકશાહી દેશના મતાધિકાર નું દાયિત્‍વ વિશેષ છે. દરેક મતદારે પોતાને મળેલ મતાધિકારનો ઉપયોગ જાગળત રહી વિવેકબુ્‌ધિ તથા ડાહપણથી કરવો જોઈએ. વધુ માં વધુ મતદાન થાય એવા પ્રયાસ થવા જોઈએ. પોતાના કામધંધા, રોજગાર કેં નોકરી માંથી સમય કાઢી અચૂકપણે મતદાન કરવું જ જોઈએ. ચૂંટણીઓ લોકશાહી નો આત્‍મા છે. તે સાચા અર્થમાં સાર્થક થાય તે માટે લોકોએ પોતાના યોગ્‍ય પ્રતિનિધિને ચૂંટી મોકલવા જોઈએ.

આપણો મત અમૂલ્‍ય છે કીમતી છે આપણો મત ભારતના ભાગ્‍યનું નિર્માણ કરી શકે છે. કોઈ પક્ષને સતા પર બેસાડી શકે છે સતાં પરથી ઉઠાડી શકે છે. તો આવો મળેલ આ અમૂલ્‍ય અવસરને ઉત્‍સવમાં બદલી નાખીએ.

હર્ષોલ્લાસથી ચૂંટણી પર્વ ઉજવીએ.

મતદાનને પ્રોત્‍સાહન મળે એ માટે નાસ્‍તો કરનાર ગ્રાહકને મતદાન કરેલ હોય તેમને રૂપિયા ૧૦૦ના નાસતાના બિલ પર તા.૧ ડિસેમ્‍બરના રોજ સુભાષ પાણીપુરી દીવાન ચોક ખાતે ૧૦% વળતર આપવામાં આવશે.

(11:26 am IST)