Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

ઉપલેટા તાલુકામાં વસોયા માટે કપરા ચઢાણ ?

મોટી પાનેલી જી.પં.મહિલા સભ્‍યના પતિ, સરપંચ, ઉપસરપંચ, પૂર્વ સરપંચ સહિતના અનેક કોંગ્રેસના કાર્યકરો ભગવો ધારણ કરે તેવી સંભાવના : પાડલીયા માટે વતન પાનેલીમાં એકતરફી મતદાન કરાવવા આગેવાનો મેદાનમાં

(અતુલ ચગ દ્વારા)મોટી પાનેલી,તા.૧૮ : ધોરાજી ઉપલેટા વિધાનસભા બેઠક માટે ત્રિપાંખિયો જંગ નિヘતિ થયો છે ત્‍યારે આ બેઠક ઉપર કડવા અને લેઉવા પાટીદાર બે મોટા સમાજના મતદારો નિર્ણાયક ભૂમિકામાં રહેતા હોય આ વખતે કોંગ્રેસ પાર્ટીએ પોતાના સીટિંગ ધારાસભ્‍ય લેઉવા પટેલ જ્ઞાતિના લલિતભાઈ વસોયા ઉપર ફરીથી ભરોસો મુકયો છે જયારે આમ આદમી પાર્ટીએ પણ લેઉવા પાટીદાર સમાજના યુવા નેતાને ટિકિટ ફાળવી છે જયારે ભાજપ પક્ષ તરફથી સિનિયર આગેવાન મહેન્‍દ્રભાઈ પાડલીયા ને ઉતારતા આ બેઠક લેઉવા કડવા પાટીદાર વચ્‍ચેની લડાઈ થાશે તેવી ચર્ચાએ જોર પકડેલ છે.કડવા પાટીદાર પંચાવન હજાર મતદારો સામે લેઉવા પાટીદાર ના પચાસ હજાર મતદારો હોય બન્ને પાટીદાર મતદારો ની બહોળી સંખ્‍યા ને લીધે ગત વિધાનસભા માં લલિતભાઈ ને પાટીદાર અનામત આંદોલન નો સીધો લાભ મળ્‍યો હતો અને લગભગ પચીસ હજાર કરતા વધુ મત થી વિજયી બન્‍યા હતા પરંતુ આ વખતે કોઈ આંદોલન કે બીજા વિખવાદો ના હોય ભારે કસોકસ ની લડાઈ થવાની ચર્ચા વચ્‍ચે એક મોટા સમાચાર અંગત સૂત્રો માંથી વહેતા થયાં છે

 જેમાં કોંગ્રેસના લલિતભાઈ વસોયા માટે કપરા ચઢાણ થાય તેવા સ્‍પષ્ટ સંકેત લાગી રહ્યા છે ભાજપ ના મહેન્‍દ્રભાઈ પાડલીયા મૂળ મોટી પાનેલીના વતની હોય અને આઝાદીના ઇતિહાસ માં સૌપ્રથમ વાર પાનેલીના કોઈ વ્‍યક્‍તિને વિધાનસભા ની ટિકિટ મળી હોય ગામ આગેવાનો એ ગામને એક કરી ભાજપ તરફી મતદાન કરાવવાના પ્રયાસો હાથ ધર્યા છે જેમાં કોંગ્રેસ ને મોટો ઝટકો લાગે તેવી પ્રબળ સંભાવના લાગી રહી છે મળતી જાણકારી મુજબ પાનેલી જિલ્લા પંચાયત સીટ ના મહિલા સદસ્‍ય ના પતિ સહીત સરપંચ ઉપસરપંચ પૂર્વ સરપંચ સહિતના અસંખ્‍ય કોંગ્રેસ કાર્યકર્તા ઓ આજે સંસદ રમેશભાઈ ધડુક, જિલ્લા ભાજપ પ્રમુખ ખાચરીયા જિલ્લા પંચાયત પ્રમુખ બોદરની હાજરીમા ગામ લોકો સામે ભગવો ધારણ કરશે તેવી પ્રબળ માહિતી સામે આવી છે જો આવું થાય તો પાનેલી માં ભાજપ તરફ એકતરફી મતદાન કોંગ્રેસના લલિતભાઈ વસોયા માટે કપરા ચઢાણ સાબિત થઇ શકે છે.પાનેલી વિધાનસભા સભાનું મોટુ ગામ હોય અંદાજે આઠ થી નવ હજાર જેવું મતદાન હોય વસોયા માટે મુશ્‍કેલી ઉભી થાય તે હકીકત છે.

(11:29 am IST)