Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

હળવદ બેઠકનું ચૂંટણી ચિત્ર સ્‍પષ્ટ, ૧૩ ઉમેદવારો વચ્‍ચે ચૂંટણી જંગ જામશે

ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે ત્રણ અપક્ષ ઉમેદવારોએ ફોર્મ પરત કર્યા

  ( દીપક જાની દ્વારા ) હળવદ,તા.૧૮ : હળવદ ધ્રાગંધ્રા બેઠક પર ગઈકાલે  ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે ચૂંટણીનું ચિત્ર સ્‍પષ્ટ બન્‍યું છે. જેમાં ત્રણ અપક્ષ ઉમેદવારો ચંદુલાલ ઈશ્વરભાઈ મોરી, પ્રકાશ રણછોડભાઈ પટેલ, સોલંકી કીશોરભાઈ હરજીભાઈએ ફોર્મ પરત ખેંચી લેતા હવે ૧૩ ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. એટલે હવે હળવદ ધ્રાગંધ્રા બેઠક પર ૧૩ ઉમેદવારો વચ્‍ચે ચૂંટણી જંગ જામશે.

 હળવદ ધ્રાગંધ્રા બેઠક પર ૧૩ ઉમેદવારોની યાદી ૧) ગુંજારીયા છત્રસિંહ શંકરભાઇ-ઇન્‍ડીયન નેશનલ કોંગ્રેસ (૨) -કાશભાઇ પરસોતમભાઇ વરમોરા-ભારતીય જનતા પાર્ટી  (૩) સમ્રાટ જયરાજ પ્રભુભાઇ-બહુજન સમાજ પાર્ટી (૪) વાઘજીભાઇ કરશનભાઇ કૈલા-આમ આદમી પાર્ટી  (૫) ચૌહાણ જેરામભાઇ ગોવિંદભાઇ-અપક્ષ (૬) પરમાર કાનજીભાઇ ગોવિંદભાઇ-અપક્ષ (૭) પરમાર રાજુબેન રવિન્‍દ્રભાઇ-અપક્ષ (૮) બોબડા નાઝીરહુસેન ગુલાબભાઇ-અપક્ષ  (૯) મકવાણા ઉકાભાઇ અમરાભાઇ-અપક્ષ (૧૦) મકવાણા ગોવિંદભાઇ લાલાભાઇ,અપક્ષ (૧૧) મકવાણા શાંતિલાલ ૫માભાઇ- અપક્ષ (૧૨) વિજયકુમાર દીલીપભાઇ ચાવડા-અપક્ષ  (૧૩) સુરેલા લાલજીભાઇ ખોડાભાઇ-અપક્ષ.

(11:32 am IST)