Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

જસદણ એસ ટી ડેપોને નવું ટાઇમટેબલ અને બોર્ડ લાગ્યું :ડેપો મેનેજરની સરાહનીય કામગીરી

 (હુસામુદીન કપાસી દ્વારા) જસદણ,તા.૧૮ : જસદણ ઍસ ટી ડેપો દ્વારા લાંબા સમયથી પ્રવેશદ્વાર પર બોર્ડ ન હતું અને વર્ષોથી જસદણ ઍસ ટી ડેપોમાં અવરજવર કરતી બસોનું ટાઈમટેબલ જુનું હતું તે બદલાતું ન હતું પરંતુ તાજેતરમાં જેતપુરથી બદલી થઈ જસદણ આવેલાં મેનેજર પીરમામદ યું મીરઍ ડેપોમાં પડતર કામોની સમીક્ષા કરી કર્મચારો મંડળના આગેવાન ડી.ડી. ગીડાને સાથે રાખી પડતર કામગીરીનો પ્રારંભ કરતાં એસ ટી માં અવરજવર કરતાં પ્રવાસીઓમાં ખુશાલી વ્યકત થઈ રહી છે.

ભૂતકાળમાં આ ડેપોમાં પંખાઓ ચાલું કરવામાં આવતાં નહોતા રાત્રીના રોશનીના અભાવે વહેલી સવારે બસોમાં મુસાફરી કરતાં પ્રવાસીઓને અંધારપટનો સામનો કરવો પડતો ડેપોના પ્રવેશદ્વાર પર બોર્ડ ન હતું સમયસર એસ. ટી. ઉપાડવામાં આવતી ન હતી બસોનું ટાઇમટેબલ પણ વર્ષો જુનું હતું પરંતુ ડેપો મેનેજર મીરના આવતાંની સાથે જ આ બદલાવ આવતાં જસદણના નાગરીકોમાં હાશકારો થયો હતો. દરમિયાન જસદણના યુવા સામાજિક કાર્યકર પટેલ હરિભાઈ વેલજીભાઈ હીરપરાએ જણાવ્યું હતું કે જસદણ એસ ટી ડેપોનો ગ્રેડ સાવ તળિયે વર્ષોથી છે એટલે શહેરોજનોને કોઈ વિશેષ સુવિધાઓ મળતી નથી. ત્યારે એસ ટી તંત્રના મુખ્ય અધિકારીઓએ ડેપોનો ગ્રેડ વધારવો જોઈએ અને હાલમાં જસદણમાં વિદ્યાર્થીઓ નોકરિયાતો પણ સૌરાષ્ટ્રના જુદાં જુદાં ગામોમાં અપડાઉન કરે છે ત્યારે આટકોટથી અવરજવર કરતી દરેક એસ. ટી. વાયા જસદણ ચલાવવામાં આવે એવી માંગ હરિભાઈ હીરપરાએ કરો છે.

(11:34 am IST)