Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

સી-વિજીલ કોસ્ટલ મોકડ્રીલ અન્વયે દરીયામાંથી બોટ પકડી એટેક નિષ્ફળ બનાવતી ગીર સોમનાથ પોલીસ

તસ્વીરમાં મોકડ્રીલ અન્વયે ગીર સોમનાથ પોલીસનો કાફલો અને બોટ નજરે પડે છે.

રાજકોટ, તા., ૧૮: અધિક પોલીસ મહાનિર્દેશકશ્રી ઇન્ટે. ગુ.રા. ગાંધીનગરનાઓ દ્વારા રાજયમાં દરીયાઇ સુરક્ષા સબબ સી-વિજીલ-ર૦રર મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલ. આ મોકડ્રીલ દરમ્યાન કોસ્ટ્લ સિકયુરીટી વ્યવસ્થાને હાઇએલર્ટ પર રાખવામાં આવેલ અને આ કોસ્ટલ કવાયતમાં પોલીસ ઉપરાંત ઇન્ડીયન નેવી કસ્ટમ, કોસ્ટગાર્ડ  જીએમબી ફીશરીઝ વિગેરે એજન્સીઓ ભાગ લે છેેેેેેેેેેે આ કવાયતમાં રેડફોર્સની ફરજમાં રહેલ અધિ. શ્રી કર્મચારીઓ દ્વારા ગુજરાતના દરીયા કિનારાના કોઇ પણ સ્થળે દરીયાઇ બોટ કે અન્ય વાહન દ્વારા આવી અગત્યના સરકારી સંસ્થાનો કે ધાર્મિક સ્થળો કે અદ્યોગીક એકમો પર એટેક કરવાનો પ્રયાસ કરતા હોય છે.

આ સી વિજીલ ર૦રર કવાયત દરમ્યાન  ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા નાઓના માર્ગદર્શન મુજબ સમગ્ર જીલ્લામાં કોસ્ટલ વિસ્તારમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવેલ અને એલસીબી -એસઓજીની ટીમો દ્વારા દરીયા કિનારે ર૪ કલાક સઘન પેટ્રોલીંગ અને વોચ રાખવામાં આવેલ. આ સી વિજીલ કવાયત સબબ એસઓજીના ઇન્ચાર્જ પો.ઇન્સ. શ્રી એ.બી.જાડેજા સા. તથા સોમનાથ મરીન પો.સ્ટે.ના પો.ઇન્સ. શ્રી એસ.એમ.ઇશરાણી સા. તથા પોલીસ સ્ટાફ દ્વારા સંયુકતમાં સરકારી ઇન્ટર સેપ્ટર બોટ દ્વારા દરીયાઇ પેટ્રોલીંગ દરમ્યાન રાત્રીના સમયે એક શંકાસ્પદ બોટનો પીછો કરી પકડી પાડી ચેક કરતા અને તેમાં રહેલ શંકાસ્પદ માણસોની પુછપરછ કરતા ઇન્ડીયન નેવી તથા કોસ્ટગાર્ડના રેડફોર્સના માણસો હોય અને તેઓ વેરાવળ બંદર જેટી પર એટેક કરવાના પ્લાન સાથે આવેલ હોય જે પોલીસની સતર્કતા અને સતત એલર્ટ હોવાના લીધે વેરાવળ બંદર જેટી પરનો હુમલાનો પ્રયાસ નિષ્ફળ બનાવી ગીર સોમનાથ પોલીસ દ્વારા ખુબ જ સરાહનીય કામગીરી કરેલ છે.

(11:39 am IST)