Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

મહીસાગર જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ તથા રાજય આચાર્ય સંઘના પ્રમુખ જે. પી. પટેલનો ભાજપ સામે અપક્ષ તરીકે બળવો

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૧૮ :.. ગુજરાત રાજયમાં અમુક સ્‍થળોએ ભાજપ દ્વારા ટિકિટ વાંચ્‍છુઓને અન્‍યાય કરતા બળવો થયો છે જેમાં મહી સાગર જિલ્લામાં મોટી ઘટના બની છે.

લાંબો સમય મહી સાગર જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે રહેલા તથા રાજય આચાર્ય સંઘના પ્રમુખ જે. પી. પટેલને ટિકીટ ના ફાળવાતા તેમણે ભાજપ સાથે છેડો ફાડી ને લુણાવાડા બેઠક પર અપક્ષમાંથી ફોર્મ ભર્યુ છે.

પાટીદાર સમાજના નેતા તથા અનેક સંસ્‍થાઓ સાથે સંકળાયેલા જે. પી. પટેલને અહીં ટિકીટ આપવામાં ના આવતા લોકો આગેવાનો દ્વારા તેમને અહીં લડવાનું દબાણ કરાતા તેમણે ફોર્મ ભરતા રાજય આચાર્ય સંઘનાં પ્રમુખ ભાજપ સાથે વર્ષો જુનો સંબંધ તોડી લડવા ઉતરતા સમગ્ર રાજયમાં ભારે ચર્ચા જાગી છે. લુણાવાડા વિસ્‍તારમાં ભાજપમાં ભૂકંપ જેવી સ્‍થિતિ ગણાવાઇ છે.

વર્ષોથી બોર્ડના સદસ્‍ય જે. પી. પટેલ અનેક પ્રશ્નો ઉકેલવાની સફળતા સાથે ભારે લોકચાહના ધરાવે છે.

(11:39 am IST)