Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

ચોટીલામાં ૭ હોટલના સંચાલકો સામે ગુન્‍હો

વઢવાણ તા.૧૮ : પોલીસ અધિક્ષક હરેશ દુધાતએ સુરેન્‍દ્રનગર જીલ્લામાં આવેલ હોટલ તથા ગેસ્‍ટ હાઉસમાં પથિક સોફટવેરના જાહેરનામા મુજબ આવતા જતા પેસેન્‍જરોની ઓનલાઇન એન્‍ટ્રી ન કરનાર હોટલ ગેસ્‍ટ હાઉસ સંચાલકો વિરૂધ્‍ધ કડક કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે અન્‍વયે એસ.ઓ.જી. પોલીસ ઇન્‍સ્‍પેકટર એસ.એમ.જાડેજાના માર્ગદશન આધારે પોલીસ સબ ઇન્‍સ્‍પેકટર  એમ.બી.પઢીયાર તથા સ્‍ટાફના માણસોએ ચોટીલા વિસ્‍તારમાં હોટલ - ગેસ્‍ટ હાઉસમાં ચેકિંગની કામગીરી હાથ ધરી હોટલના સંચાલકોએ હોટલમાં રોકાયેલ પેસેન્‍જરોની પથિક સોફટવેરમાં ઓનલાઇન એન્‍ટ્રી ન કરી જાહેરનામાનો ભંગ કરેલ હોય તેઓના વિરૂધ્‍ધ ચોટીલાના પો. સ્‍ટે.માં ગુનહો રજીસ્‍ટર કરાવી ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

જેમાં (૧) યશભાઇ યોગેશભાઇ જયસ્‍વાલ (નગીન હોટલ) (ર) રવિભાઇ પ્રફુલભાઇ રાજવીર (જલારામ ગેસ્‍ટ હાઉસ) (૩) જયવીરસિંહ નટવરસિંહ ચૌહાણ (રૂતુરાજ ગેસ્‍ટ હાઉસ) (૪) ભાવિનભાઇ ધીરૂભાઇ મોરી (અશ્વ મેઘ ગેસ્‍ટ હાઉસ) (પ) નિર્મળભાઇ ભગુભાઇ ધાંધળ (આકાશ પેલેસ હોટલ) (૬) ગોવિંદભાઇ દેવશીભાઇ (એપેક્ષ હોટલ એન્‍ડ ગેસ્‍ટ હાઉસ) (૭) ચેતનકુમારજી ભુપતજી સોલંકી (રીજન્‍સી હોટલ એન્‍ડ ગેસ્‍ટ હાઉસ) સામે (૧) પો. ઇન્‍સ. એસ.એમ.જાડેજા (ર) પો.સબ. ઇન્‍સ. એમ.બી.પઢીયાર (૩) એ.એસ.આઇ. પ્રવિણભાઇ આલ (૪) પો. હેડ કોન્‍સ. જયરાજસિંહ ઝાલા (પ) અના. હેડ કોન્‍સ. મહિપાલસિંહ રાણા (૬) પો. કોન્‍સૃ. મીતભાઇ મુંજપરા (૭) પો. કોન્‍સ. સંગીતાબા (૮) પો. કોન્‍સ પ્રિયંકાબેન (૯) પો. કોન્‍સ. ગોપાલભાઇ પરમારએ કામગીરી કરી છે.

(11:43 am IST)