Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

સાણથલીમાં બંધ બોરમાં અચાનક પાણીના ફુવારા છુટયા

 

આટકોટ તા. ૧૮ : સાણથલી ગામે બંધ બોરમાંથી પાણી ના ફુવારા છૂટ્યા હતા. જે સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થયો છે. છેલ્લા ત્રણ દિવસથી બંધ બોરવેલ માંથી પાણીના ફુવારા છૂટતા કુતુહલ સર્જાયું છે. જનરલ સ્ટોરની બાજુમાં બંધ બોર હતો. જે બોરમાંથી ફૂલ સ્પીડમાં પાણી ના ફુવારા છૂટતા પતરા પણ તૂટી ગયા. પાંચેક ફૂટ જેટલો ફુવારો ઊંચો ઉડયો.  ચોથા દિવસે પણ બંધ બોરમાંથી અચાનક પાણી ફુવારા છુટીયા હતાં. સમગ્ર સમગ્રઘટના સીસીટીવી કેમેરા સામે આવી હતી. જેને જોવા માટે લોકો ઉમટી પડ્યા હતા  દુકાનમાં પતરાં તુટી ગયા હતા.  દુકાન માલીકે બે વર્ષ પહેલાં બોરવેલ કરાવેલ હતો ત્યારે પાણી આવ્યું ન હતું. જેથી બોર બંધ કરી દેવામાં આવ્યો હતો પણ અચાનક પાણી ફુવારા છુટીયા હતાં. લોકોમાં કુતુહલ સર્જાયું હતું. શું પેટાળમાં ફરી હલચલ શરૃ થય હશે તેવી ચર્ચા વિષય બની ગયો હતો. (તસ્વીરઃ કરશન બામટા)

(11:44 am IST)