Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

પોરબંદર સિંધી સમાજના સંત દાંદુરામજી બ્રહ્મલીનઃ અંતિમ દર્શન માટે હજારો ભાવિકો ઉમટયાઃ આવતીકાલે પઘડીયું

સંત દાંદુરામજીએ કરેલા અનેક સેવા કાર્યોથી તેઓ સિંધી સમાજમાં પુજનીય બનેલઃસૌરાષ્‍ટ્ર-ગુજરાતમાં વસ્‍તા સિંધી સમાજના સુખદુઃખમાં તેઓ સહભાગી થતા હતા

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ૧૮ : સિંધી સમાજના સંત દાંદુરામજીનો સ્‍વર્ગવાસ થયેલ છે સંત દાંદુરામજીએ આ દુનિયામાંથી વિદાય લેતા સિંધી સમાજ તથા અન્‍ય સમાજમાં શોક છવાય ગયો હતો. સંત દાંદુરામજીની અંતિમ યાત્રામાં મોટી સંખ્‍યામાં ભકતજનો જોડાયા હતા અને સંત દાંદુરામજીના અંતિમ દર્શન કર્યા હતા.

સિંધી સમાજના સંત શ્રી દાંદુરામજીના નિધનથી સમગ્ર સમાજમાં ગમગીની સાથે શોકમાં ગરકાવ થઇ ગયેલ છે.સિંધી સમાજના સંતશ્રીએ કરેલા સેવાકાર્યો ભકતજનો વિસરાતા નથી. દર વર્ષે ઉજવાતા સંત શિરોમણી શ્રી ખાનુરામજીની વરસી ઉત્‍સવમં લોક ઉપયોગી સેવાકાર્યો, સમુહ જનોઇ, પરમહંસોને ભોજન અપર્ણ, ગૌમાતાઓને લીલુ અપર્ણ, ગરીબોને અન્નદાન, ભોજન અપર્ણ, મેડીકલ કેમ્‍પની સાથે ધાર્મિક તેમજ સામાજીક કાર્યોની સુવાસ ફેલાવેલ તેઓ સમગ્ર સિંધી સમાજમાં પૂજનિય વ્‍યકિત તરીકે આદરણીય હતા. નાનપણથી જ સાદુ-સરળ મૃદુભાષિ મિઠુ બોલવવું નાના-મોટા બધાનો તેઓ આદર કરતા હતા સંત દાંદરામજી સમગ્ર સૌરાષ્‍ટ્ર-ગુજરાતમાં વસવાટ સિંધી સમાજના સુખદુઃખમાં સહભાગી થતા હતા.

સંત શ્રીનું જીવન ચરિત્ર

અખંડ ભારતના ભાગલા વખતે પોતાના માતા-પિતા સંત શ્રી દયારામજી, પૂ.માતા સાધણીજીની સાથે૮-વર્ષની ઉંમરે પોરબંદરમાં પધરામણી કરેલ. પોરબંદરમાં વસવાટ પછી બે વર્ષમાં જ પોતાના પિતાશ્રી સંત શ્રી દયારામજીની છત્રછાંયા ગુમાવેલ, નાની ઉંમરે પિતા વિહોણા બનેલ શ્રી દાંદુરામજી તેની સંપૂર્ણ દેખભાળ તેમના માતાશ્રી પરમ પૂજય માતા સાધણીજીએ લાડપ્‍યારથી પાલન પોષણ કરેલ. સંત શ્રી દાંદુરામજી નાનપણમાંજ ભણવામાં હોંશીયાર હતા સાથે-સાથે નાનપણથી જ પરિવાર ચલાવવાની જવાબદારી તેમના શિરે આવેલ.સ્‍કુલમાં ભણતરની સાથે સાથે ગુલ્‍ફી તેમજ મગનો ધંધો કરીને ગુજરાન ચલાવતા હતા. માતાશ્રીના આજ્ઞાકાર પુત્ર પર માતાશ્રીના અપાર આશિર્વાદ હતા ભણવામાં પણ અવલ નંબરે પાસ થતા હતા. પ્રથમ નંબરે ગ્રેજયુએશન પાસ પછી જામનગરમાં એડમીશન લીધેલ. બહાર જતા માતાશ્રીથી પુત્ર અલગ થતા માતાશ્રી તે સહન ન થતા માતાશ્રીએ પોતાના લાડલા પુત્રને ભણતર છોડીને પોરબંદરમાં મંદિર થલ્‍હીની સેવા કરવા માટેબોલાવી લીધેલ. માતાનો બુલાવો આવતા જ જામનગર ભણતર છોડીને પોરબંદર આવી ગયેલને માતાની મંદિર થલ્‍હીની સેવામાં લાગી ગયેલ.

પોતાના આજ્ઞાકાર પુત્રની વર્ષોની નિસ્‍વાર્થ ભાવની સેવાથી પ્રભાવિત થઇને માતાશ્રી પરમ પુજય માતા સાધણીજીએ પોતાની હયાતીમાંજ  પોતાના ઉતરાધિકારી ગાદિપતી તરીકે પોતાના સેવાભાવી પુત્ર શ્રી દાંદુરામજીની સંગતમાં ઘોષણા કરેલ. મંદિરે થલ્‍હીએ આવતા ભકતજનોને આવકાર સાથે બધાને આદર સત્‍કાર આપીને ચા-પાણી ભોજન કરાવતા હતા. સંતશ્રી દાંદુરામજીના લગ્ન નાનમણી નકકી થયેલ હોવાથી તેમના વિવાહ નેવંદબેન સાથે થયેલ સંતશ્રી દાંદરામજી પૂ. નેવંદમાતાજી દર વર્ષે પોરબંદરમાં ઉજવાતા સંત શિરોમણી શ્રી ખાનરામજીની વરસી ઉત્‍સવમાં દિલોજાનથી સેવા કરતા સમય જતા સર્વે ભકતજનોમાં પ્રિય થવા લાગેલ. ૩પ વર્ષ પહેલા પરમ પુજય માતા સાધણીજીનું પણ

સ્‍વર્ગવાસ થતા પરિવારની સંપૂર્ણ જવાબદારી તેમના શિરે આવેલ, સમય જતા સંતશ્રી દાંદુરામવીની ધર્મપત્‍ની નેવંદમાતાનું પણ વર્ષો પહેલા સ્‍વર્ગવાસ થતા સંતશ્રીના ત્રણેય પુત્રો મુલચંદભાઇ, સતિષભાઇ, રાજાભાના પાલન પોષણની જવાબદારી સંતશ્રીના શિરે આવેલ. સંત શ્રી દાંદુરામજી ધાર્મિકવૃતિ સાથે સમાજ ઉપયોગી સેવાકાર્યો સતત ચાલુ રાખેલ.

આઠ વર્ષ પહેલા સંત શ્રી દાંદુરામજીની કાર અકસ્‍માત થતા સંતશ્રી દાંદુરામજીને ગંભીર ઇજાઓ થયેલ ને ઘણા ઓપરેશનો થયેલ ત્‍યારથી સંતશ્રી દાંદુરામજી પથારીવસ સાથે સતત બિમાર રહેતા હતા. સંતશ્રી દાંદુરામજીની સંપૂર્ણ સેવાભાવથી સેવા ચાકરી સંતશ્રીની સાથે રહેતા તેમના સુપુત્રો મુલચંદભાઇ સતિષભાઇ રાજાભાઇ પ્રેમભાવ, નિસ્‍વાર્થભાવે સેવાની જવાબદારી નિભાવતા હતા. બિમાર અવસ્‍થામાં પણ સંતશ્રી સર્વે ભકતજનોને આશિર્વાદ આપતા હતા. સંતશ્રી દાંદુરામ સાહેબ પોતાની હૈયાતીમાંજ સંતશ્રી ખાનુરામ સાહેબની વરસી ઉત્‍સવમાં પંચ પરમેશ્વરો તેમજ હાજર રહેલા સંગત સમક્ષ મંદિર-થલ્‍હી પોતાના ઉતરાધિકારી તરીકે સંતશ્રી આજ્ઞાકારી સુપુત્ર મુલચંદભાઇને તેમજ મુલચંદભાઇના ધર્મપત્‍ની ભારતીબેનને પોતાના ઉતરાધિકારી ગાદિપતી તરીકેની સર્વે ભકતજનોમાં ઘોષણા સાથે નિમણુંક કરેલ. સંતશ્રી આ નિર્ણયને સર્વે ભકતજનોએ પ્રેમભાવ સાથે આવકાર આપેલ.

સંતશ્રી દાંદુરામ સાહેબને બિમારીમાં ઘણી વખત દવાખાના પોરબંદર-રાજકોટના દવાખાનાઓમાં દાખલ કરવામાં આવતા હતા. સંતશ્રી દાંદુરામજી છેલ્લા આઠ વર્ષથી સતત બિમારીઓ સામે લડતા રહેતા હતા. છેલ્લે આ વર્ષે સંત શિરોમણી શ્રી ખાનુરામ સાહેબની (૭૧)મી વરસી ઉત્‍સવનું ત્રણ દિવસ ધામધૂમથી આયોજન કરેલ ને સર્વે ભકતજનોને સંતશ્રીએ પોતે જ બધાને વરસી ઉત્‍સવના નિમંત્રણના ફોન કરીને વરસી ઉત્‍સવમાં આવતા નોતરૂ આપેલ ને વરસી ઉત્‍સવની ધામધૂમથી ઉજવણી કરેલ ને વરસી ઉત્‍સવના દરેક કાર્યક્રમોમાં હાજરી આપીને સર્વે સંગતને આશિર્વાદ આપેલ.

સંતશ્રી દાંદુરામજીના સ્‍વર્ગવાસ પહેલા બે દિવસથી સંતશ્રીનું સોડીયમ ઓછુ આવતા બાટલા ચડાવામાં આવેલ. સોડીયમનું લેવલ ન આવતા સંતશ્રી દાંદુરામજીને તા. ૧૦ ગુરૂવારે સાઇલેન્‍ટ એટેક આવેલ ને સંતશ્રી દાંદુરામજીએ પોતાનો દેહત્‍યાગ કરેલ.સંતશ્રી દાંદુરામ સાહેબના અચાનક નિધનથી પરિવારમાં સાથે રહેતા સંતશ્રીના ત્રણેય પુત્રો મુલચંદભાઇ, સતિષભાઇ, રાજાભાઇ તેમજ સમગ્ર સિંધી સમાજમાં ગમગીની છવાઇ ગયેલ છે. અચાનક દેહત્‍યાગથી પરિવાર હતભ્રત થઇ ગયેલ છે. શોકમાં ડુબેલા પરિવારને સાત્‍વંવતા આપવા માટે સમગ્ર સિંધી સમાજ સંતશ્રી દાંદુરામજીની અંતિમ યાત્રામાં જોડાઇને દિલથી આંશુભીની સાથે શ્રધ્‍ધાંજલી અર્પિત કરેલ. સંતશ્રી દાંદુરામજીની પ્રાર્થના સભા ઉઠમણું પઘડીયુ આવતીકાલે શનિવારે સાંજે ૪ થી ૫ તેમના નિવાસ સ્‍થાને રાખવામાં આવેલ. જેમાં પણ સિંધી સમાજના હજારો ભક્‍તજનોએ ઉપસ્‍થિત રહીને સંતશ્રી દાંદુરામજીને શ્રધ્‍ધાંજલી અર્પિત કરેલ. હતી.

(11:46 am IST)