Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

રાજુલા જાફરાબાદ વિધાનસભામાં કોંગ્રેસ અને કરણ વચ્‍ચે કાટે કી ટક્કર

રાજુલા,સાવરકુંડલા,તા.૧૮ :  જેમ જેમ ચૂંટણી નજીક આવતી જાય છે તેમ તેમ ઉમેદવારો પોતાની પ્રચાર કાર્ય વેગ વંતો બનાવી રહ્યા છે  ત્‍યારે અમરેલી જિલ્લા ની રાજુલા જાફરાબાદ વિધાનસભા બેઠક ઉપર ભાજપ કૉંગ્રેસ આપ અને અપક્ષ સહિત ચોપાટિયો જંગ નિતિ બન્‍યો છે ત્‍યારે ઉમેદવારો ચૂંટણી જીતવા એડી ચોંટીનું જોર લગાવી રહ્યા છે  તેવા ગરમ માહોલમાં રાજકીય સ્‍થિતિ જોતા અને જાણવા મળતા મુજબ તો રાજુલા જાફરાબાદની બેઠક ઉપર  કૉંગ્રેસ ના ઉમેદવાર અમરીશડેર અને અપક્ષ ઉમેદવાર કરણ બારીયા વચ્‍ચે ખરા ખરી નો ચૂંટણી જંગ જામ્‍યો હોવાનું તે મત વિસ્‍તારના લોકો માં ચર્ચાઈ રહ્યું છે  અપક્ષ ઉમેદવાર કરણ બારીયા કોળી જ્ઞાતિ માં ખૂબ જ સારૂ વર્ચસ્‍વ ધરાવે છે અને ખૂબ સેવાભાવી પણ છે અને કૉંગ્રેસના ઉમેદવાર અમરીશભાઈ ડેર  અગાઉની વિધાનસભા જીતેલા હોવાથી તેમની તોકતે વવાજોડું હોય કોરોનામાં માનવતા લક્ષી સુંદર સેવા ઓ બજાવી હોવાની ચર્ચા લોકો થવા લાગી છે તેમજ અમરીશભાઈ ડેરને વિધાનસભા માં મળતો પગાર રાજુલા જાફરાબાદની જનતાના આરોગ્‍ય અને શિક્ષણ પાછળ ખર્ચ કરતા હોવાથી લોકોના દિલ માં આગવું સ્‍થાન પ્રાપ્ત કરેલ છે તેમજ રાજકારણ કોરી પાટી હોવા થી યુવા વર્ગ માં પણ જબરી ઓળખ ઉભી કરેલ છે આવી રીતે કૉંગ્રેસના અમરીશભાઈ ડેર અને અપક્ષ કરણ બારીયા વચ્‍ચે ખરે ખરો ચૂંટણી જંગ જામ્‍યો હોવાનો માહોલ જોવા મળેલ હતો

    કૉંગ્રેસના ઉમેદવાર ડેર અને અપક્ષ ઉમેદવાર બારીયા એ ચૂંટણી પ્રચાર દિન પ્રતિદિન તેજ બનાવી રહ્યા છે.

(1:22 pm IST)