Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

જામજોધપુરના બુટાવદરમાં પતિ - પત્‍નિ વચ્‍ચે બોલાચાલી થતા પત્‍નિનો આપઘાત

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૮: જામજોધપુર તાલુકાના બુટાવદર ગામે રહેતા પ્રકાશભાઈ પ્રભુભાઈ સરપદડીયા, ઉ.વ.૩૬ એશેઠવડાળા પોલીસ સ્‍ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.૧પ-૧૧-ર૦રરના મરણજનાર કવિતાબેન પ્રકાશભાઈ પ્રભુભાઈ સરપદડીયા, ઉ.વ.૩પ વાળા એ પોતાના રહેણાક મકાને પતિ પત્‍નિ વચ્‍ચે સંતાનોના ઉછેર તથા ભવિષ્‍ય બાબતે બોલાચાલી થતા મરણજનાર કવિતાબેને ઝેરી દવા પી મરણ ગયેલ છે.

વર્લીમટકાના આંકડા લખતા

બે શખ્‍સો ઝડપાયા : એક ફરાર

કાલાવડ પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. સંજયભાઈ ભુપતભાઈ બાલીયા એ ફરીયાદ નોંધાવી છે કે, કાલાવડ રણુજા ચોકડી સામે, આરોપી ઈબ્રાહીમભાઈ ઉર્ફે હિપ્‍પી ઈસ્‍માઈલભાઈ ખુરેશી, રસીદભાઈ ઉર્ફે ગોબરો હારૂનભાઈ બાનાણી, એ વરલી મટકાના આંકડા લખી લખાવી પૈસાની હારજીત કરી જુગાર રમી રમાડી રોકડા રૂપિયા ૧૮૮૦/ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે. તથા આરોપી ઈમરાન ઉર્ફે રાહુલ ઈકબાલભાઈ બાનાણી ફરાર થઈ ગયેલ છે. આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

લાલપુરમાં ઈંગ્‍લીશ દારૂની

બોટલ સાથે શખ્‍સ ઝડપાયો

લાલપુર પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. હરદેવસિંહ મંગળસિંહ ઝાલા એ ફરીયાદ નોંધાવી છે કે, સરદાર ચોકમાં આરોપી ઈમરાન ઉર્ફે રાણો સલીમભાઈ રાવઉકડા એ ગેરકાયદેસર પાસ પરમીટ વગર પોતાના કબ્‍જામાં ભારતીય બનાવટની ઈંગ્‍લીશ દારૂની બોટલ નંગ-૧, કિંમત રૂ.પ૦૦/ની સાથે ઝડપાઈ ગયેલ છે.

રહેણાક મકાનમાં

હાથફેરો કરતો તસ્‍કર

અહીં સીટી સી પોલીસ સ્‍ટેશનમાં રામભાઈ હાજાભાઈ સોલંકી, ઉ.વ.૪૦, રે. સર્મપણ જકાતનાકા રોડ, સુભાષનગર શેરી નં.૧, જામનગરવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧-૧૧-ર૦રર થી તા.૯-૧૧-ર૦રર દરમ્‍યાન ફરીયાદી રામભાઈના મકાનના દરવાજાનો નકુચો તોડી અંદર પ્રવેશ કરી રૂમ અંદરનો કબાટ તોડી તેમાંથી રોકડા રૂ.૬પ૦૦/- તથા નાની છોકરીના ચાંદીના સાકળા જોડી નંગ-૧, કિમંત રૂ.ર૦૦૦/- તથા ચાંદીના પાટલા જોડી કિમંત રૂ.૭૦૦/- મળી કુલ કિંમત રૂ.૯ર૦૦/- ના મુદામાલ ની કોઈ અજાણ્‍યો ચોર ઈસમ ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.

ઈંગ્‍લીશ દારૂની બોટલ

સાથે શખ્‍સ ઝડપાયો

સીટી બી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં હેડ કોન્‍સ. પ્રધુમનસિંહ કિરીટસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૭-૧૧-ર૦રરના જુના રેલ્‍વે સ્‍ટેશન પાસે, ફૌજી પંજાબી ધાબા પાસે, જામનગરમાં આરોપી સુરેશભાઈ રમેશભાઈ હિરાણી એ પોતાના કબ્‍જામાં ભારતીય બનાવટની ઈંગ્‍લીશ દારૂની બોટલ નંગ-૧, કિંમત રૂ.પ૦૦/- સાથે ઝડપાઈ ગયેલ છે.

સરદારનગરમાં જુગાર

રમતા ૧૦ શખ્‍સો ઝડપાયા

પંચ બી પોલીસ સ્‍ટેશનમાં હેડ કોન્‍સ. હરદેવસિંહ ઉમેદસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, સરદારનગર ગેઈટની સામેની સાઈટમાં સ્‍ટ્રીટલાઈટના અજવાળે જાહેરમાં આરોપી રાજેશભાઈ જગદીશભાઈ યાદવ, અજયભાઈ રજજનભાઈ યાદવ, ઉમેશભાઈ રજજનભાઈ યાદવ, તીલકભાઈ જગદીશભાઈ યાદવ, મુકેશભાઈ હિરાલાલ પટેલ, હરિદાસ માખનભાઈ પટેલ, જગદીશભાઈ ગજાધરાભાઈ પટેલ, પ્રશાતભાઈ સુરેશભાઈ પટેલ, કનૈયાભાઈ વ્રજલાલભાઈ પટેલ, ચિન્‍તમનભાઈ ગુબન્‍દીનલાલ પટેલ એ ગંજીપતાના પાનાવડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રોકડા રૂા.૧ર,૩ર૦/- ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

અગમ્‍ય કારણોસર પાણીના ખાડામાં પડી જતા યુવાનનું ડુબી જતા મોત

 અહીં પાનખાણ વિસ્‍તારમાં રહેતા શંકરભાઈ મહેશભાઈ ચૌહાણ, ઉ.વ.ર૭ એ પંચ ભબીભ પોલીસ સ્‍ટેશનમાં જાહેર કરેલ છે કે મરણજનાર વિકીભાઈ લક્ષ્મણભાઈ ચૌધરી, ઉ.વ.૧૮વાળો દરેડ ગામે સંસ્‍કાર સ્‍કુલ પાછળ પાણીના ખાડામાં કોઈપણ રીતે પડતા ડુબી જતા મરણ થયેલ છે.

ધંધામાં ખોટ આવતા

યુવાને ટ્રેન નીચે પડતુ મુકયું

અહીં ગોકુલનગર જકાતનાકા, મુરલીધર સોસાયટી મકાન નં.૧૭/ર, જામનગરમાં રહેતા ભાવેશભાઈ બાબુભાઈ ગોરેચા એ પંચ ભબીભ પોલીસ સ્‍ટેશનમાં જાહેર કરેલ છે કે, મરણજનાર પ્રફુલભાઈ બાબુભાઈ ગોરેચા, ઉ.વ.૪૦ વાળા દરેડ જી.આઈ.ડી.સી.માં લેથ મશીનનું કારખાનું ચલાવતા હોય જેના ધંધામાં ખોટ આવતા ગુમસુમ રહેતા હોય જેથી પોતે સાંઢીયાપુલ પાસે, રેલ્‍વે પીલર નં.૮૩૩ ના ૮ અને ૯ ની વચ્‍ચે રેલ્‍વે ટ્રેક પર ટ્રેન નીચે પડતુ મુકી આપઘાત કરી લઈ મરણ ગયેલ છે.

હોસ્‍પિટલમાં ફરજ બજાવતા

સિકયુરીટી ગાર્ડનું પડી જતા મોત

 અહીં ધરારનગર-ર, મહેબુબપીરની દરગાહની બાજુમાં રહેતા જયદીપસિંહ નરવીનસિંહ ઝાલા, ઉ.વ.રપ એ સીટી ભબીભ ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.૧૭-૧૧-ર૦રરના આ કામે મરણજનાર ગંભીરસિંહ જગતસિંહ ઝાલા, ઉ.વ.૪૩ વાળા વાલકેશ્‍વરીનગરીમાં આવેલ તકવાણી હોસ્‍પિટલમાં પોતે પોતાની સિકયુરીટી ગાર્ડની ફરજ દરમ્‍યાન પડી જતા માથામાં ડાબી બાજુ કપાળની ભાગે તથા નાક પાસે ઈજા થતા સારવાર દરમ્‍યાન મરણ થયેલ છે.

(2:43 pm IST)