Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

૩ાા વર્ષથી ફરાર બરડાડુંગરના બે માલધારી ઝડપાઇ ગયા

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૮: રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક અશોક કુમાર યાદવ દેવભૂમિ દ્વારકા જીલ્લાના પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય હાલમાં ચૂંટણી અનવ્‍યે નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા સબબ ડ્રાઇવરનું આયોજન કરેલ. આ ડ્રાઇવ દરમ્‍યાન વધુમાં વધુ નાસતા ફરતાને પકડી પાડવા સબબ એલ.સી.બી.ના પોલીસ ઇન્‍સ. કે.કે. ગોહીલને સુચના કરેલ હોય જે અનુસંધાને પો.સ.ઇ. બી.એમ.દેવમુરારી તથા એસ.વી.ગળચર તથા એસ.એસ.ચૌહાણનાઓની ટીમો બનાવી કામગીરી હાથ ધરવામાં આવેલ.

દરમ્‍યાન એલ.સી.બી. સ્‍ટાફના માણસો ભાણવડ પોલીસ સ્‍ટેશનના રાણપર બરડાડુંગર વિસ્‍તારમાં પેટ્રોલીંગ ફરતા હતા. દરમ્‍યાન એ.એસ.આઇ. કેશુરભાઇ ભાટીયા, જયદેવસિંહ જાડેજા, તથા પો.કોન્‍સ. દેવાભાઇ મોઢવાડીયાનાઓને મળેલ બાતમી અનુસંધાને જામજોધપુર પોલીસ સ્‍ટેશન પ્રોહ. ગુ.ર.નં.૩/૨૦૧૯ પ્રોહી કલમ ૬૫ઇ વિ.મુજબના ગુન્‍હાના કામે દેશી દારૂ લીટર ૩૨૨૫, કિં.રૂ.૬૪૫૦૦/નો જથ્‍થો પકડાયેલ હતો અને આ ગુન્‍હાના કામે લાલશાહીથી ખેચેલ સાડાત્રણ વર્ષથી નાસતા ફરતા આરોપીઓની તપાસ હાલ શેઠવડાળા પો.સ્‍ટે. ખાતે ચાલુ હોય જે આરોપીઓને હસ્‍તગત કરી શેઠવડાળા પોલીસ સ્‍ટેશન ખાતે (૧) વજુભાઇ ગલાભાઇ (ઉ.વ.૨૬) તથા (૨) ડાયાભાઇ દેવાભાઇ મોરી રબારી ઉ.વ.૨૪ ધંધોઃ માલધારી રહે. ધ્રામણીનેશ, બરડોડુંગરને સોંપી આપેલ છે. એલ.સી.બી. - દેવભૂમિ દ્વારકાના સજુભા જાડેજા, બલભદ્રસિંહ ગોહીલ, ભરતભાઇ ચાવડા, સુનીલભાઇ કાંબલીયા, વીપુલભાઇ ડાંગર, નરસીભાઇ સોનગરા, ધર્મેન્‍દ્રસિંહ ચુડાસમા, મસરીભાઇ ભારવાડીયા, અરજણભાઇ મારૂ HC લાખાભાઇ પીંડારીયા, જેસલસિંહ જાડેજા, પ્રદીપસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, ડાડુભાઇ જોગલ, કુલદિપસિંહ જાડેજા, હસમુખભાઇ કટારા, PC ગોવીંદભાઇ કરમુર, મસરીભાઇ છુછર, નારણભાઇ બેલા, વિશ્વદીપસીહ જાડેજા, મેહુલભાઇ રાઠોડ, સચીનભાઇ નકુમ, અરજણભાઇ આંબલીયાએ આ કામગીરી કરી હતી.

(1:23 pm IST)