Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

પોરબંદર બેઠક ઉપર ર ફોર્મ પરત ખેંચાતા ૧૧ ઉમેદવારો તથા કુતિયાણા બેઠક ઉપર ૧ ફોર્મ પરત ખેંચાતા ૧૩ ઉમેદવારો ચુંટણી મેદાનમાં

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા.૧૮ : પોરબંદર વિધાનસભા બેઠક ઉપર ઉમેદવારી ફોર્મ ખેચવાની છેલ્લી તારીખે ર ફોર્મ પરત ખેંચાતા ભાજપ, કોંગ્રેસ અને આપના ઉમેદવારો સહિત કુલ ૧૧ ઉમેદવારો વચ્‍ચે ચુંટણી જંગ ખેલાશે

કુતિયાણા વિધાનસભા બેઠક ઉપર એક ઉમેદવારે ફોર્મ પરત ખેંચી લેતા ચૂંટણી મેદાનમાં કુલ ર૩ ઉમેદવારો છે.

કુતિયાણા બેઠક ઉપર આપના મુખ્‍ય ઉમેદવારનું ફોર્મ માન્‍ય થતા આપના બીજા ઉમેદવાર મુળુભાઇ ઓડેદરાનું પોતાનું ફોર્મ પરત ખેચી લીધું છે.પોરબંદર બેઠક ઉપર વધુ ર ફોર્મ ‘‘આપ''ના રાજેશભાઇ પોતરીયા અને ‘‘આપ''ના પ્રકાશભાઇ ખેરાજીએ ફોર્મ પરત ખેંચી લીધા છે.

પોરબંદર વિધાનસભા સીટ ઉપર ફોર્મ પરત ખેચાતા ૧૧ ઉમેદવારો વચ્‍ચે ચુંટણી મેદાનમાં છ.ે જેમાં અર્જુનભાઇ મોઢવાડીયા (કોંગ્રેસ) બાબુભાઇ બોખીરીયા (ભાજપ) જીવનભાઇ જુંગી (આમ આદમી પાર્ટી) જેઠાભાઇ ચાવડા (બહુજન રીપબ્‍લીકન સોશ્‍યાલિસ્‍ટ પાર્ટી), રમેશભાઇ ડાકી (સમાજવાદી પાર્ટી), રાજેશભાઇ પંડયા (રાઇટ ટુ રીકોલ પાર્ટી), રણમલભાઇ ઓડેદરા (અપક્ષ), લાખણશીભાઇ ઓડેદરા (અપક્ષ), પ્રકાશભાઇ ઉનડકટ (અપક્ષ), મનોજભાઇ બુધેચા (અપક્ષ) તથા મકેશભાઇ રામજી પાંજરી (અપક્ષ) નો સમાવેશ થાય છે. કુતિયાણા વિધાનસભા સીટ ઉપર એક ફોર્મ પરત ખેંચાતા ૧૩ ઉમદવારો વચ્‍ચે ચુંટણી જંગ ખેલાશે છે જેમાં ઢેલીબેન માલદેભાઇ ઓડેદરા (ભાજપ), નાથાભાઇ ભુરાભાઇ ઓડેદરા (કોંગ્રેસ), કાંધલભાઇ સરમણભાઇ જાડેજા (સમાજવાદી પાર્ટી), રાજેશભાઇ મગનભાઇ બુટાણી (રાષ્‍ટ્રીય હિન્‍દ એકતા દળ), ભીમાભાઇ દાનાભાઇ મકવાણા (આમ આદમી પાર્ટી), અજયભાઇ કારાભાઇ ઓડેદરા (અપક્ષ), ચંદુલાલ મોહનાલ રાઠોડ (અપક્ષ), નિમેષ મનસુખલાલ ભુંડીયા (અપક્ષ), પ્રકાશ માધવજીભાઇ જંગી (અપક્ષો), મિલન માધવજીભાઇ ચૌહાણ (અપક્ષ), મુકેશ લખમણભાઇ વઘાસીયા (અપક્ષ), રાજેશ લક્ષ્મીદાસ મદલાણી (અપક્ષ) તથા આનંદ કૃષ્‍ણકાંત બુચ (અપક્ષ)નો સમાવેશ થાય છે.

(1:24 pm IST)