Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

છાણનો ઢગલો ભરી લેજે.. તેમ કહીને ખાંભાના પીપળવામાં ધમકી

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા.૧૮ : ખાંભા તાલુકાના પીપળવા ગામે મનુભાઇ નાનજીભાઇ લીંબાણી ઉ.વ.૬૦ એ રંજનબેનને છાણનો ઢગલો કરવાની ના પાડતા મનદુઃખ રાખી મનુભાઇ  વાડીએ જતા હતા. ત્‍યારે રામદાસભાઇ પ્રભુદાસભાઇ દુધરેજીયા, ભાવુબેન પ્રભુદાસ દુધરેજીયા, નિકીતાબેન રામદાસભાઇ દુધરેજીયાએ બાઇક ઉપર આવી રામદાસભાઇએ લાકડી વડે માર મારી રંજનબેન પ્રભુદાસ દુધરેજીયા દિવ્‍યેશભાઇ સુરેશભાઇ કાપડીએ પાછળ આવી ગાળો બોલી ધમકી આપ્‍યાની ખાંભા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જયારે સામા પક્ષે રંજનબેન પ્રભુદાસભાઇ દુધરેજીયા ઉ.વ.૬પ તેના ગામમાં રામજી મંદિર પાસે છાણ વિણતા હતા. ત્‍યારે મનુભાઇ નાગજીભાઇ લીંબાણીએ આવીને જણાવેલ કે આ છાણનો ઢગલો ભરી લે જે જેથી જણાવેલ કે ઢગલો ભરી લઇશ જેથી ગાળો બોલી ઢીકા પાટુ વડે માર મારી ધમકી આપી ગીતાબેન નાગજીભાઇ લીંબાણી, કનુ નાગજીભાઇ લીંબાણીએ ગાળો આપ્‍યાની ખાંભા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

જુગાર

જાફરાબાદ મરીન પોલીસ  સ્‍ટેશન નીચેના રોહીસા ગામે જાહેરમાં જુગાર રમતા અરવિંદ કાનાભાઇ બાંભણીયા, ધીરૂ કસાભાઇ શિયાળ, મનુ સામતભાઇ બાંભણીયાને એલસીબીના પો. કોન્‍સ. વિનુભાઇ બારૈયાએ રોકડ રૂા.૧ર,૧૭૦ના મુદામાલ સાથે ઝડપી પાડયા હતા.

ઇજા

વડેરા ગામે ભાવુભાઇની દુકાન પાસે નરસિંગભાઇ વેસતાભાઇ ભાભોર ઉ.વ.ર૩ મુળ દાહોદ હાલ વડોદરાના કાકાના દિકરા સુનીલને મગન સંઘાડાની દિકરી સાથે પ્રેમસંબંધ હોય જે પ્રશ્ને અગાઉ માથાકુટ થયેલ જે મનદુઃખ રાખી બહાદુર સંઘાડાએ પકડી રાખી મગન સંઘાડા, નનુ તડવીએ ઢીકાપાટુનો માર મારતા નરસીંગભાઇ વચ્‍ચે બચાવવા પડતા બાબુ સંઘાડાએ લોખંડની ટોમી સાથે માથામાં મારી મગન, બાબુ સંઘાડા, નનુ તડવીએ લાકડી વડે માર મારી ડાબા હાથે ફેકચર કરી સુકમ સંઘાડા, હિતેષ સ઼ઘાડા, યોગેશ સંઘાડાએ છુટા પથ્‍થરના ઘા મારી ઇજા કરી ગાળો બોલી ધમકી આપ્‍યાની અમરેલી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

દારૂ

જાફરાબાદ તાલુકાના ટીંબી ભાડા ગામે જવાના રસ્‍તે જાફરાબાદના સચીન નાનજીભાઇ શિયાળને એલસીબીના પો. કોન્‍સ. વિનુભાઇ બારૈયાએ વેસપા જીજે ૩ર જે ર૪૬૩માં ઇગ્‍લીશ દારૂ ચાર બોટલ રૂા.૧૮૦ તથા ઇગ્‍લીશ દારૂ લી. રૂા.પર૦૦ તથા ટુ વ્‍હીલર રૂા.પ૦૦૦૦ રેડમી મોબાઇલ રૂા.૧ર૦૦૦ મળી કુલ રૂા.૬૭,૩૮૦ના મુદામાલ સાથે ઝડપી પાડયો હતો.

(2:44 pm IST)