Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

ખંભાળીયામાં ડાયાબિટીસ દિનની ઉજવણી

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા,તા.૧૮ : આ વર્ષની વિશ્વ ડાયાબીટીસ દિવસની થીમ ‘‘આવતી કાલની સુરક્ષા માટે શિક્ષણ'' હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દરેક આરોગ્‍ય કેન્‍દ્ર પર વિશ્વ ડાયાબિટીસ દિનની ઉજવણી કરવામાં આવેલ હતી. આ ઉજવણીના ભાગરૂપે તમામ આરોગ્‍ય કેન્‍દ્ર પર આરોગ્‍ય કર્મચારીઓ દ્વારા ડાયાબિટીસ રોગ વધવાનું કારણ તેમજ આ રોગથી કઇ રીતે બચી શકાય તે માટે મીટીંગ યોજીને લોકોને આ રોગ અંગે સંપુર્ણ માહીતી આપેલ તેમજ આ રોગ અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટે આ રોગના ભયંકર પરિણામો વિશે જણાવ્‍યું હતું. આ રોગની માહિતી અન્‍ય ઘરના સભ્‍ય, સગા-સબંધી કે અન્‍ય સમુદાય સુધી પહોંચાડવા અનુરોધ કરેલ હતો.

(1:31 pm IST)