Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

જેતપુરમાં ર ભાઇઓ દ્વારા ધમધમતી દારૂની બે ભઠ્ઠી ઝડપાઇ

પપ૯૦ લીટર દારૂના આથા  સહિત અડધા લાખના મુદામાલ સાથે ૧ ઝડપાયો

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા. ૧૮ :.. શહેરી વિસ્‍તારમાં પેટ્રોલીંગમાં નીકળેલ સ્‍ટેટ મોનીટરીંગ એલની ટીમે દરોડો પાડી ધમધમતી દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી ઝડપી લીધેલ જયારે શહેર પોલીસે રેડ કરી દારૂ ગાળવી ભઠ્ઠી ઝડપી બન્ને ભઠ્ઠી સગા ભાઇઓ ચલાવતા હતાં.

પ્રાપ્ત વિગત અનુસાર સ્‍ટેટ મોનીટરીંગ સેલના રાણાભાઇ વિજયભાઇ ધાધરને સાથે શહેરી વિસ્‍તારમાં પેટ્રોલીંગમાં નીકળેલ દરમ્‍યાન ચોકકસ બાતમી મળેલ કે નીલેષ ડાઇંગ પાસે નદીના કાંઠે દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી ધમધમતી હોય જે આધારે સ્‍ટેટ મોનીટરીંગ સેલની ટીમે રેડ કરતા અને જગ્‍યાએ ઉભેલ શખ્‍સ નાસી ગયેલ પોલીસે ત્‍યાંથી દેશી દારૂ લીટર ૩૭પ, દારૂ બનાવવાનો આથો ૪૧૯૦ લીટર ગેસના બાટલા નંગ ૧ર, ગેસના ચુલા સહિતના સાધનો મળી કુલ રૂા. ૪૧૧૩૦ નો મુદામાલ કબ્‍જે કરી આ ભઠ્ઠી ખીમા મોહન સોલંકી ચલાવતો હોય શહેર પોલીસ અને મુદામાલ સોંધી ખીમા સોલંકી તેમજ અજાણ્‍યા  શખ્‍સ વિરૂધ્‍ધ ગુન્‍હો દાખલ કરવા જણાવેલ.

આ રેડમાં શહેર પોલીસ ઇન્‍સપેકટર  એ. એમ. હેરમા સ્‍ટાફને સાથે રાખી પેટ્રોલીંગમાં નીકળેલ દરમ્‍યાન બાતમીના આધારે ભાદર નદીના કાંઠે રેડ કરતી દારૂ  ગાળવાની ભઠ્ઠી ધમધમતી હોય પોલીસે ઉલ્લેખ સંજય ઉર્ફે સવો મોહન સોલંકીને દેશી દારૂ લીટર ૬૦ આથો ૧૪૦૦ લીટર ગેટરના બાટલ -ર મળી કુલ રૂા. ૯૦૦૦ ના મુદામાલ સહિત પકડી પાડી ખીમા સોલંકી વિશે પુછતા  તે હાજર ન હોય પોલીસે બન્ને શખ્‍સો વિરૂધ્‍ધ ગુન્‍હો નોંધેલ.

આમ  બન્ને રેડ દરમ્‍યાન બે ભાઇઓ દ્વારા ધમધમતી દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી ઝડપી રૂા. પ૦,૮૩૦ નો મુદામાલ કબ્‍જે કરેલ.

(2:44 pm IST)