Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

પેરોલ ઉપર ફરાર જુનાગઢના કેદીને ઝડપી લેતી પોલીસ

જુનાગઢ તા. ૧૮ :.. શહેર, એ ડીવીઝન પો. સ્‍ટે. ગુ. ર. નં. ફ. ૪૬-ર૦૧પ ઇ. પી. કો. ક. ૩૦ર, ૩૪ મુજબના ગુન્‍હાના કામે પાંચમા એડી. સેશન્‍સ કોર્ટ, જુનાગઢનાઓના હુકમ મુજબ આજીવન કેદની સજાના આરોપી અફિલ ઉર્ફે ગભરૂ સલીમભાઇ સુમાર રહે. કુંભારવાડા જુનાગઢ હાલ રાજકોટ, મધ્‍યસ્‍થ જેલ વાળો ગુજ. હાકોર્ટ, અમદાવાદના સ્‍પે. ક્રિમીનલ મીસ્‍ક એપ્‍લીકેશન ૯રપ૬-ર૦રર હાલ રાજકોટ મધ્‍યસ્‍થ જેલ વાળો ગુજ. હાઇકોર્ટ, અમદાવાદના સ્‍પે. ક્રિમીનલ મીસ્‍ક એપ્‍લીકશન ૯રપ૬-ર૦રર તા. ૭-૯-ર૦રર ના આદેશ અનુસાર ગઇ તા. ૯-૯-ર૦રર થી દિન-૧૦ ની પેરોલ રજા ઉપર મુકત થયેલ હતો. જે આરોપીને રજા ભોગવી તા. ર૦-૯-ર૦રર ના રોજ હાજર થવાનું હોય, પરંતુ મજકૂર આરોપી સમયસર પેરોલ રજા પરથી હાજર ન થઇ પેરોલ જામ થયેલ હોય. જે સદરહુ પેરોલ જમ્‍પ આરોપી હાલ જુનાગઢ સુખનાથ ચોક, ઢૂંઢણના પુલ પાસે કાળા કલરનું પેન્‍ટ તથા ટી શર્ટ પહેરીને છૂપાઇને ઉભેલ હોય. જે હકિકત આધારે બાતમીવાળી જગ્‍યાએ તપાસ કરતા મજકૂર ઇસમ મળી આવતા હસ્‍તગત કરી રાજકોટ મધ્‍યસ્‍થ જેલ ખાતે મોકલી આપવા તજવીજ કરવામાં આવેલ.

ક્રાઇમ બ્રાન્‍ચ, જુનાગઢના પો. ઇ. જે. એચ. સિંધવ, તથા પો. સબ ઇ. જે. જે. ગઢવી તથા એ. એસ. આઇ. વિક્રમભાઇ ચાવડા તથા પો. કો. સાહિલભાઇ સમા, ભરતભાઇ સોલંકી વિગેરે પો. સ્‍ટાફ એ સાથે રહી કામગીરી કરવામાં આવેલ.

(1:34 pm IST)