Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

જામનગરમાં ૨૧ બોટલ દારૂ સાથે સિંધી શખ્‍સ ઝડપાયો

જામનગર,તા. ૧૮ : રણજીતસાગર રોડ જડેશ્વર પાર્ક શેરી નં. ૨, જામનગર ખાતે રહેતા કાન્‍તીભાઇ મનહરલાલ માધવાણી સિંધી લુહાણાના મકાનેથી દારૂની બોટલ નંગ ૨૧, કિ.રૂા. ૮,૪૦૦ની મળી આવતા મજકુરને મુદ્દામાલ સાથે પકડી પાડી પો.હેડ કોન્‍સ.અશોકભાઇ સોલંકીએ ફરીયાદ રીપોર્ટ આપતા પો.હેડ કોન્‍સ. ધાનાભાઇ મોરીએ તેમના સામે કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

આ કાર્યવાહી પો.ઇન્‍સ. જે.વી.ચૌધરીની સુચનાથી પો.સ.ઇ. આર.કે.કરમટા તથા પો.સ.ઇ. એસ.પી. ગોહિલ એલ.સી.બી. સ્‍ટાફના એ.એસ.આઇ માંડણભાઇ વસરા, સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ તથા પોલીસ હેડ કોન્‍સ. નાનજીભાઇ પટેલ, શરદભાઇ પરમાર, દિલીપભાઇ તલવાડીયા, હીરેનભાઇ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઇ ધાધલ, વનરાજભાઇ મકવાણા, ધાનાભાઇ મોરી, અશોકભાઇ સોલંકી, ધર્મેન્‍દ્રસિંહ ડી.જાડેજા, યશપાલસિંહ જાડેજા, હિતેન્‍દ્રસિંહ જાડેજા, દોલતસિંહ જાડેજા, ઘનશ્‍યામભાઇ ડેરવાળીયા તથા પોલીસ કોન્‍સ. ફીરોજભાઇ ખફી, શિવભદ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, યોગરાજસિંહ રાણા, કિશોરભાઇ પરમાર, રાકેશભાઇ ચૌહાણ, બળવંતસિંહ પરમાર, સુરેશભાઇ માલકીયા,દયારામ ત્રિવેદી તથા ધર્મેન્‍દ્રસિંહ જાડેજા તથા ભારતીબેન ડાંગર વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.

(1:35 pm IST)