Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

જુનાગઢ કડીયાવાડમાં ખૂનનો આરોપી ઝડપાયો

જુનાગઢ, તા. ૧૮ : ગઇ કાલ તા.૧૫/૧૧/ર૦રર ના  કામના ફરીયાદી તથા આરોપીએ પ્રેમલગ્ન કરેલ હોય  અને પતિ-પત્‍નીને મન મેળ ન થતા છુટાછેડા કરી નાખેલ હોય, તેમ છતા આરોપી અવાર નવાર ફરીયાદીને પોતાના  ઘરે રાખતો અને સાથે રહેવાની ના પાડે તો ફરીયાદી સાથે અવાર નવાર ઝગડાઓ કરી માર મારતો જેથી ફરીયાદી  તેના માતા-પિતાના ઘરે જતા રહેતા તો ત્‍યાં તેની પાછળ જઇ માર મારતો અને ફરીયાદીના માતા-પિતાને સમાધાન  માટે બોલાવતો હોય. અને ફરીયાદી સાથે ઝગડો કરેલ હોય. જેથી ફરીયાદી પોલીસ સ્‍ટેશને ગયેલ હોય,  તે વાતનો ખાર રાખી  આરોપીએ કોઇ પણ હથિયારથી ફરીયાદીના પિતા અનીલભાઇ જેન્‍તીભાઇ જાદવ  ઉવ.આ.૫૦ રહે. જુનાગઢ વાળાને બંન્ને પગમાં તથા વાસામાં તથા જમણા હાથમાં તથા શરીરે ગંભીર જીવલેણ ઇજાઓ  કરી મોત નીપજાવી બનેલ. 

ઉપરોકત બનેલ બનાવની ગંભીરતા ધ્‍યાને લઇ જૂનાગઢ રેન્‍જનાં પોલીસ મહાનિરીક્ષક   મયંકસિંહ ચાવડા ની સુચના તથા પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમશેટ્ટીના  માર્ગદર્શન હેઠળ  ઉપરોકત બનાવને અંજામ આપનાર તમામ આરોપીઓને તાત્‍કાલીક પકડી પાડવા સુચના કરવામાં આવેલ હોય. જે  અનુસંધાને ક્રાઇમ બ્રાન્‍ચ, જુનાગઢના પો.ઇન્‍સ જે.એચ.સિંધવ તથા પો.સ.ઇ. જે.જે.ગઢવી તથા પો.સ્‍ટાફના  માણસો તપાસમાં હતા. દરમ્‍યાન ક્રાઇમ બ્રાન્‍યના  પો.સ.ઇ.શ્રી જે.જે.ગઢવી તથા પો. હેડ કોન્‍સ. પ્રકાશભાઇ ડાભી તથા પો.કોન્‍સ. દિપકભાઇ બડવા, સાહિલભાઇ સમાને  હકિકત મળેલ કે, ઉપરોકત બનાવમાં સંડોવાયેલ આરોપી સુધીર સુરેશભાઇ સોલંકી રહે.  જૂનાગઢ, કડીયાવાડ વાળો જવાહર રોડ ઉપર આવેલ સ્‍વામી નારાયણ મંદિર નજીક આવેલ પાકીંગ એરીયામાં  છુપાઇને ઉભેલ હોવાની બાતમી મળતા તપાસ કરતા હાજર મળી આવતા હસ્‍તગત  કરી એ ડીવીજન પો.સ્‍ટે.ને આગળની કાર્યવાહી અર્થે સોંપી આપવામાં આવેલ છે.

(1:40 pm IST)