Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

જુનાગઢ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકની ચુંટણી માટે સૌથી વધુ ૯ ઉમેદવારો જુનાગઢ સીટ પર

કુલ ૩૪ ઉમેદવારો ચુંટણી મેદાનમાં

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૧૮ : જુનાગઢ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠક માટે ૩૪ ઉમેદવારો જંગ ખેલાશે. જેમાં સૌથી વધુ ૬  ઉમેદવારો જુનાગઢ સીટ માટે મેદાનમાં છે.

ગુજરાત વિધાનસભાની પ્રથમ તબકકાની ૮૭ બેઠક માટે ૧લી ડીસેમ્‍બરે ચુંટણી યોજાનાર છે જેનું ગઇકાલે ચિત્ર સ્‍પષ્‍ટ થતાં જુનાગઢ જિલ્લાની પાંચ બેઠકની ચુંટણી માટે ૩૪ ઉમેદવારો મેદાનમાં રહયા છે.

કુલ ૭૮ ફોર્મ ભરાયા હતા. જેમાંથી ૩૧ રદ થયેલ કુલ ૧૩ ફોર્મ પાછા ખેંચાયા બાદ ગઇકાલે ૩૪ ઉમેદવારો વચ્‍ચે જેની ખેલાશે.

જેમાં ૮૬ જુનાગઢ બેઠક માટે સંજય કોરડીયા ભાજપ, ભીખાભાઇ જોશી કોંગ્રેસ, ચેતન ગજેરા અને ઘનશ્‍યામકુમાર અપક્ષ સહિત કુલ ૬ ઉમેદવારો ચુંટણી જંગ ખેલાશે.

જુનાગઢ બેઠક ઉપર સૌથી વધુ ૯  ઉમેદવારો છે. જયારે સૌથી ઓછા પાંચ ઉમેદવારો વિસાવદર સીટ ઉપર રહયા છે.અહીં હર્ષદ  રીબડીયા - ભાજપ, કરશન વાડોદરીયા - કોંગ્રેસ, ભુપતભાઇ ભાયાણી -આપ મળી પાંચ ઉમેદવારો ચુંટણી લડશે.

૮પ માણાવદર બેઠક માટે જવાહરભાઇ ચાવડા ભાજપ, અરવિંદભાઇ લાડાણી - કોંગ્રેસ, કરશનભાઇ ભાદરકા આપ મળી સાત ઉમેદવારો મેદાનમાં છે.

૮૮ કેશોદ વિધાનસભા બેઠક પર દેવાભાઇ માલમ - ભાજપ, હીરાભાઇ જોટવા, કોંગ્રેસ, રામજીભાઇ ચુડાસમા આપ મળી કુલ સાત ઉમેદવારો ચુંટણી જંગમાં છે.

તેમજ ૮૯ માંગરોળ બેઠક માટે ભગવાનજીભાઇ કરગઠીયા - ભાજપ, બાબુભાઇ વાજા - કોંગ્રેસ, પિયુષ પરમાર -આપ મળી કુલ ૬ ઉમેદવારો ચુંટણી લડશે.

જુનાગઢ જિલ્લા એક પુર્વ કેબીનેટ મંત્રી કમ ધારાસભ્‍ય વર્તમાન પ્રધાન કમ એમએલએ, પુર્વ વર્તમાન અને પુર્વ ધારાસભ્‍ય સહિત કુલ ૩૪ ઉમેદવારો મેદાનમાં છે.

ર૦૧૭માં પ૦ ઉમેદવારોએ ચુંટણી લડી હતી. જયારે ર૦રરમાં કુલ ૩૪ ઉમેદવારો મેદાનમાં છે. આમ આ વખતની ચુંટણીમાં જુનાગઢ જિલ્લામાંથી ઉમેદવારોમાં ઘટાડો નોંધાયો છે.

(1:42 pm IST)