Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

રવિવારે અમરેલીમાં સમસ્ત કોળી સમાજ દ્વારા સમુહલગ્ન

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા. ૧૮ :.. અમરેલી ખાતે કોળી શકિત યુવક મંડળ દ્વારા ૩૭મો સમુહલગ્ન તા. ર૦-૧૧-ર૦રર ના રોજ ગુજરાત માંધાતા ગ્રુપ પ્રમુખ શ્રી ભુપતભાઇ ડાભીના પ્રમુખ સ્થાને આયોજન કરવામાં આવેલ છે.

આશીર્વાદ મહંત શ્રી અનીલદાસબાપુ બાળ હનુમાન મંદિર શ્રી પરેશભાઇ ધાનાણી પૂર્વ વિરોધ પક્ષ નેતા, શ્રી ઘનશ્યામભાઇ ગઢવી પ્રમુખ પ્રદેશ કોંગ્રેસ ઓ. બી. સી. ગુજરાત શ્રી જગદીશભાઇ ધરજીયા, શ્રી મોહનભાઇ બારૈયા અમરેલી શ્રી ગોવિંદભાઇ બાવળી, બાબરા શ્રી ગોવિંદભાઇ રાઠોડ, બગસરા શ્રી રામજીભાઇ ડાબસરા હાજર રહેશે સ્થળ બાળ હનુમાન મંદિર કૈલાસ મુકિતધામ સામે અમરેલી આ સમારંભમાં નવદંપતિને આશીર્વાદ આપવા મંડળ તરફથી કોળી સમાજ ને આપવામાં આવેલ છે. લગ્ન સફળ બનાવવા મંડળ પ્રમુખ રમેશભાઇ ગોહીલ, પરસોતમભાઇ એન. મકવાણા, સવજીભાઇ ડી. ડાભી જહેમત ઉઠાવી રહ્યા છે.

(2:48 pm IST)