Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

વિસાવદર-ભેસાણની બેઠકનુ ચૂંટણી ચિત્ર સ્પષ્ટ : પાંચ મહારથી મેદાનમાં : ખરાખરીના જંગના એંધાણ

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર તા.૧૮ : વિસાવદર-ભેસાણ વિધાનસભાની બેઠક પર કુલ-૧૪ પૈકી ૭ ઉમેદવારીપત્રો માન્ય રહ્યા હતા.જેમાં (૧) કરશનભાઈ નારણભાઈ વાડદોરીયા-વિસાવદર-ઈન્ડીયન નેશનલ કોંગ્રેસ (૨) વાઘેલા મનસુખભાઈ નાથાભાઈ-ભેસાણ-બહુજન સમાજ પાર્ટી (૩) હર્ષદકુમાર માધવજીભાઈ રિબડીયા-વિસાવદર-ભારતીય જનતા પાર્ટી (૪) ભૂપેન્દ્રભાઈ ગાંડુભાઈ ભાયાણી-ભેસાણ-આમ આદમી પાર્ટી (૫) ઈકબાલભાઈ હબીબભાઈ શમા-બિલખા-અપક્ષ (૬) હિતેશભાઈ પ્રેમજીભાઈ વઘાસીયા- પ્રેમપરા-અપક્ષ (૭) હિરપરા સિદ્ધાર્થ ભરતભાઈ-વિસાવદર-અપક્ષનો સમાવેશ થતો હતો. ગઈકાલે ઉમેદવારીપત્ર ખેંચવાનો છેલ્લો દિવસ હતો ત્યારે આ સાત ઉમેદવાર પૈકી (૧) હિતેશભાઈ પ્રેમજીભાઈ વઘાસીયા-અપક્ષ-પ્રેમપરા (૨) હીરપરા સિદ્ધાર્થ ભરતભાઈ-અપક્ષ-વિસાવદરએ ઉમેદવારીપત્ર પાછુ ખેંચી લેતા કોંગ્રેસ-ભાજપ-આમ આદમી પાર્ટી-બહુજન સમાજ પક્ષ તથા અપક્ષ સહિત પાંચ મહારથીઓ વચ્ચે પ્રતિષ્ઠાભર્યો જંગ જામશે

(1:50 pm IST)