Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

રાહુલ ગાંધીએ વીર સાવરકરના અપમાન દ્વારા દેશના સ્‍વાતંત્ર્યવીરનું અપમાન કર્યું છે, કેજરીવાલ પલ્‍ટીવાર છે, નરેન્‍દ્રભાઈ વિકાસપુરૂષ : શિવરાજસિંહ ચૌહાણ

 મધ્‍ય પ્રદેશના મુખ્‍યમંત્રી કચ્‍છ જિલ્લાના અબડાસા અને માંડવી બે મત વિસ્‍તાર પૈકી ભુજપૂર ગામથી જાહેરસભાને સંબોધન

 (વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૮

 ભાજપે આજે મધ્‍યપ્રદેશના મુખ્‍યમંત્રી શિવરાજસિંહ ચૌહાણના  કચ્‍છ સૌરાષ્‍ટ્રના પ્રવાસ સાથે જ ઝંઝાવાતી પ્રચાર શરૂ કરી દીધો છે. આજે કચ્‍છ જિલ્લાના અબડાસા અને માંડવી બે મત વિસ્‍તાર પૈકી ભુજપૂર ગામથી જાહેરસભાને સંબોધન કરતા શિવરાજસિંહ ચૌહાણે પોતાની મામા તરીકેની જાણીતી ઓળખ આપી વ્‍યંગ સાથે કોંગ્રેસ અને આપ બન્ને ઉપર આકરા પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધી અને અરવિંદ કેજરીવાલ બન્ને નેતાઓને નિશાન બનાવતા શિવરાજસિંહે નરેન્‍દ્રભાઈના ભરપેટ વખાણ કર્યા હતા. માંડવી વિસ્‍તારમાંથી ચુંટણી લડતા ઉમેદવાર અનિરૂધ્‍ધ દવેએ ચુંટણી જાહેરસભાને સંબોધન કરતા કચ્‍છ જિલ્લામાં અને મુન્‍દ્રા માંડવીમાં નર્મદા કેનાલ, ઔધોગિક, કળષિ તેમ જ પ્રવાસનના વિકાસની વાત કરી વડાપ્રધાન મોદીજી ની કામગીરી ની વિકાસ ગાથા ની વાત કરી હતી.

તેમણે જણાવ્‍યું હતું કે,  મુખ્‍યમંત્રી શિવરાજ પાટીલ પ્રતિ દિન વળક્ષા રોપણ કરે છે. શિવરાજસિંહ ચૌહાણે કેમ છો મજા માં? ભુજપર ની જનતા ની જય. મધ્‍યપ્રદેશના દીકરા દીકરી નો હું મામા છું. એમ ગુજરાતીમાં ભાષણ શરૂ કર્યું હતું.

એમણે નર્મદા નહેરનું પાણી પહોંચાડવાનો શ્રેય નરેન્‍દ્ર મોદીને આપી મધ્‍યપ્રદેશ દ્વારા નિયમિત પાણી પહોંચાડવા માટે ખાત્રી આપી હતી. તેમણે પંડિત શ્‍યામજી કળષ્‍ણવર્માને યાદ કરી ક્રાંતિકારીઓની યશોગાથા નીવાત કરી હતી. પંડિતજીના અસ્‍થિ કુંભ કચ્‍છ લઈ આવવા બદલ તેમણે નરેન્‍દ્ર ભાઈ મોદી ને અભિનંદન આપ્‍યા હતા.

રાહુલ ગાંધીએ સ્‍વાતંત્ર્ય સેનાની વીર સાવરકરનું અપમાન કર્યું હોઈ દેશ તમને અને કોંગ્રેસ ને માફ નહિ કરે એવી તીખી પ્રતિક્રિયા વ્‍યક્‍ત કરી હતી. તેમણે મહાત્‍મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ સાથે નરેન્‍દ્રભાઈ મોદી આ ત્રણેય ને ગુજરાતના મહાપુરુષ ગણાવ્‍યા હતા.

 અગાઉના વડાપ્રધાન મૌનીબાબા હતા. જ્‍યારે આજે નરેન્‍દ્ર ભાઈ એ શક્‍તિ શાળી ભારત બનાવ્‍યું છે. આજે દુનિયાને ભારત વગર ચાલી શકે એમ નથી. નરેન્‍દ્રભાઈ  મોદી આજે દુનિયાનું નેતળત્‍વ કરે છે. શિવરાજસિંહ ચૌહાણએ ગુજરાતની ડબલ એન્‍જિન સરકારને સફળ ગણાવતાં જણાવ્‍યું હતું કે, આજે નર્મદાનું પાણી આવતા ગુજરાત ખુશ છે, ૧૮૧અભયમની સેવા, સોલાર પાવર પ્‍લાન્‍ટની વીજળી થકી ગુજરાત ખુશ છે. એફડીઆઈ રોકાણ, રોજગારી, ૩૦ મેડિકલ કોલેજ, ઘર ઘર વીજળી સહિતની સુવિધાઓથી ગુજરાત ખુશ છે..દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્‍ટેડિયમ, પ્રથમ બુલેટ ટ્રેન, ભવ્‍ય તીર્થંધામ સોમનાથ,અંબાજી  ગુજરાતમાં છે. કેજરીવાલ ને પ્‍લટુ રામ કહ્યા હતા.. રાહુલ બાબા પર પ્રહાર કર્યા હતા. કોંગ્રેસે ગુજરાતને બરબાદ કર્યું છે. જાન્‍યુઆરી ૨૦૨૪ માં માં રામ મંદિર નું ઉદઘાટન થઈ જશે. તેમણે કેજરીવાલને પાકને નુક્‍સાન પહોંચાડનાર ખરબુજબાજ, રાહુલ ગાંધીને બાવળનું ઝાડ અને નરેન્‍દ્ર મોદીને કલ્‍પવળક્ષ ગણાવ્‍યા હતા. (તસ્‍વીર : રાજ સંઘવી, મુન્‍દ્રા)

(3:48 pm IST)