Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

ભાણવડના રાણપર ગામે બંદૂક સાથે ડફેર ઝબ્‍બે

ખંભાળીયા,તા. ૧૮ : ભાણવડ પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં પેટ્રોલીંગ દરમ્‍યાન પોલીસ હેડ કોન્‍સ. જિતુભાઇ મેરામણભાઇ હુણ તથા એ.એસ.આઇ કાનાભાઇ રણમલભાઇ માડમને હકિકત મળેલ કે કરશનભાઇ દેવાભાઇ લાડક ડફેર રહે. રાણપર ગામ વાળા ઇસમ પાસે ગેરકાયદેસર દેશી હાથ બનાવટની ઉપરથી ભરવાની જામગરી બંદુક (અગ્નિશષા) છે. ર્અીને હાલ રાણપર ગામે આવેલ ધિંગેશ્વર મહાદેવ મંદિરની પાછળ ડુંગરાળ વિસ્‍તારમાં હથીયાર સાથે રાખી ફેર છે આવી હકીકત મળતા તુરંત જ જરૂરી કાર્યવાહી કરી અને વોચમાં હોય તે દરમ્‍યાન બંદુક સાથે નીકળતા મળી આવેલ.

આ કામગીરી પી.સી. સીંગરખીયા, ઇન્‍ચા. પોલીસ ઇન્‍સપેકટર, કાનાભાઇ માડમ એ.એસ.આઇ, જીતુભાઇ હુણ હેડ કોન્‍સ.એ કરી હતી.

(3:53 pm IST)