Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

ગુજરાતની જનતા મફતનું કયારેય લેતી નથીઃ મનસુખભાઇ માંડવીયા

જસદણના ભાજપના ઉમેદવાર કુંવરજીભાઇ બાવળીયાના સમર્થનમાં જાહેરસભા સંબોધતા કેન્‍દ્રીય મંત્રી

ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં જસદણ વિધાનસભા બેઠકના લોકપ્રિય અને પ્રજાવત્‍સલ ઉમેદવાર શ્રી કુંવરજીભાઇ બાવળીયા હંમેશા વિસ્‍તારના વિકાસના કાર્યો માટે સતત ચિતિત રહયા છે. ભારતીય જનતા પાર્ટી ચુંટણી પ્રચારની સભા હોય કે અન્‍ય કોઇ કાર્યક્રમ હોય ધર્મ સતાને મહત્‍વ આપે છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર હંમેશા ભરોસાની સરકાર  રહી છે. જે વચનો આપ્‍યા છે તે પુરા કરત ા આવ્‍યા છે. વર્ષો સુધી કોંગ્રેસ દેશ અને રાજયમાં સતા ભોગવી છે પરંતુ તેમને જેટલા વચનો આપ્‍યા હતા તે બધા જ અધુરા રાખ્‍યા હતા હાલમાં કોંગ્રેસ સિવાય દિલ્‍હીનું મોડેલ લઇ આમ આદમી પાર્ટી ગુજરાતમાં સતા મેળવવાના દિવા સ્‍વપ્‍ન લઇ જુઠા વચનો આપવા નિકળી છેઃ મનસુખભાઇ માંડવીયા

ભારતીય જનતા પાર્ર્ટીની સરકાર જે કહે છે તે જ કરે છે. જે વચનો આપે તે પુરા કરે જ છે. ગુજરાતની જનતા કયારેય ત્રીજા પક્ષને સ્‍વીકાર્યો નથી. ગુજરાતની જનતા મફતનું કયારેય લેતી નથી. ગુજરાતની જનતાનો હાથ આપવા માટે લંબાવે છે નહી કે લેવા માટે : મનસુખભાઇ માંડવીયા, વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી અને શ્રી ભુપેન્‍દ્રભાઇ પટેલની ડબલ એન્‍જીનની સરકાર દ્વારા જન હિતકારી અને વિકાસ લક્ષી કાર્યો સતત કરતી હોવાથી ભરોસાની ભાજપા સરકાર કહેવામાં ભારતીય જનતા પાર્ટીનો નાનામાં કાર્યકર કહેવામાં શરમ અનુભવતો નથી. નરેન્‍દ્રભાઇ મોદી, રાજયની જનતા સ્‍વદેશી વસ્‍તુઓનો સ્‍વીકાર કરે છે અને આયાતીને જાકારો આપે છેઃ શ્રી કુંવરજીભાઇ બાવળીયા

રાજકોટ,તા. ૧૮ : ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડીયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, કાર્પેટ બોમ્‍બીંગ અંતર્ગત રાજયમાં એક સાથે યોજવામાં આવેલ જાહેરસભાઓ અંતર્ગત આજે કેન્‍દ્રીય મંત્રીશ્રી મનસુખભાઇ માંડવીયાએ રાજકોટ જિલ્લાના જસદણ વિધાનસભા સીટના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી કુંવરજીભાઇ બાવળીયાના સમર્થનમાં એક જંગી જાહેર સભાને સંબોધી હતી.

રાજકોટ જિલ્લાની જસદણ વિધાનસભાની સીટના ઉમેદવાર શ્રી કુંવરજીભાઇ બાવળીયાએ પ્રાસંગીક પ્રવચનમાં જણાવ્‍યું હતું કે રાજકોટ જિલ્લાના જસદણ વિધાનસભા સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે મને સમર્થન આપવા માટે સંતો, મહંતો, સંગઠનના હોદેદારો અને જસદણની જનતાનો આભાર માન્‍યો હતો. અને જનતાએ તેમજ ભારતીય જનતા પાર્ટીએ મૂકેલા વિશ્વાસને કયારેય નહીં તોડે તેવી ખાત્રી આપી. અત્‍યાર સુધી ધારાસભ્‍યશ્રી તરીકે કરેલ વિકાસની   કામગીરીનો હિસાબ આપતા જણાવ્‍યું હતું કે બાકી રહેતા વિકાસ કાર્યા પણ કોઈ પણ કચાસ રાખ્‍યા વગર પૂર્ણ કરવાની ખાતરી આપી હતી. રાજ્‍યની જનતા સ્‍વદેશી વસ્‍તુઓનો સ્‍વિકાર કરે છે અને આયાતીને જાકારો આપે છે. જસદણની જનતાને આવા આયાતીઓની ડિપોઝીટ આંચકી ફરી જસદણ ઉપર નજર ના કરે તેવી રીતે પરત મોકલી આપવાના છે.

ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ ઉપાધ્‍યક્ષ શ્રી ડૉ. ભરતભાઇ બોઘરાએ જણાવ્‍યું હતું કે, આગામી તા. ૧લી ડિસેમ્‍બરે ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવા જઇ રહી છે ત્‍યારે દેશના યશસ્‍વી વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદી સાહેબે રાજ્‍યના મુખ્‍યમંત્રી તરીકે અને દેશના વડાપ્રધાન તરીકે તેમજ ભારતીય જનતા પાર્ટાના પૂર્વ મુખ્‍યમંત્રીશ્રીઓ અને નાયબ મુખ્‍યમંત્રીશ્રીએ તેમજ આ વિસ્‍તારના પૂર્વ કબીનેટ મંત્રીશ્રી અને હાલના ઉમેદવાર શ્રી કુવરજીભાઇ બાવળીયાની કામગીરીને ધ્‍યાને રાખી તમારો અમુલ્‍ય મત વેડફાઈ ન જાય અને રાજ્‍યમાં અવિરત વિકાસની યાત્રા ચાલુ રહે તે માટે જસદણ વિધાનસભાની બેઠકમાંથી કુવરજીભાઇ નામનું કમળ ગુજરાત વિધાનસભામાં જંગી  બહુમતીથી મોકલી આપવા અપીલ કરી હતી.

કેન્‍દ્રિય મંત્રીશ્રી મનસુખભાઇ માંડવીયાજીએ જાહેર સભાને સંબોધતા જણાવ્‍યું હતું કે૨૦૨૨ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જસદણ વિધાનસભા બેઠકના લોકપ્રિય અને પ્રજાવત્‍સલ ઉમેદવાર શ્રી કુંવરજીભાઇ બાવળીયા હંમેશા વિસ્‍તારના વિકાસના કાર્યા માટે સતત ચિંતિત રહ્યાં છે. ભારતીય જનતા પાર્ટી ચૂંટણી પ્રચારની સભા હોય કે અન્‍ય કોઈ કાર્યક્રમ હોય ધર્મ સત્તાને મહત્‍વ આપે છે અને એટલા માટે જ આ સમર્થન સભામાં સંતો મહંતોને આમંત્રણ આપવામાં આવ્‍યું છે અને સંતો મહંતો પણ તેમના આશિર્વાદ આપવા માટે ઉપસ્‍થિત રહ્યાં છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર હંમેશા ભરોસાની સરકાર રહી છે. જે વચનો આપ્‍યાં છે તે પુરા કરતા આવ્‍યાં છે.

શ્રી મનસુખભાઇ માંડવીયાજીએ વધુમાં જણાવ્‍યું હતું કે, વર્ષા સુધી કોંગ્રેસે દેશ અને રાજ્‍યમાં સત્તા ભોગવી છે પરંતુ તેમને જેટલા વચનો આપ્‍યાં હતાં તે બધા જ અધુરા રાખ્‍યાં હતાં. હાલમાં કોંગ્રેસ સિવાય દિલ્‍હીનું મોડેલ લઇ આમ આદમી પાર્ટી ગુજરાતમાં સત્તા મેળવવાના દિવા સ્‍વપ્ન લઇ જુઠા વચનો આપવા નિકળી છે. પરંતુ ગુજરાતની જનતા કયારેય ત્રીજા પક્ષને સ્‍વિકાર્યોનથી. ગુજરાતની જનતા મફતનું કયારેય લેતી નથી. ગુજરાતની જનતાનો હાથ આપવા માટે લંબાવે છે નહીં કે લેવા માટે અને એટલા માટે જ ગુજરાતની જનતા આવા રેવડીઓ આપનારા લોકોને કયારેય સ્‍વિકારશે નહીં અને તેઓની ડિપોઝીટો આંચકી ફરી કયારેય ગુજરાત તરફ નજર કરવાની હિંમત ન કરે તે રીતે પરત મોકલી આપશે. ભારતીય જનતા પાર્ટીની સરકાર જે કહે છે તે જ કરે છે, જે વચનો આપે તે પુરા કરે જ છે અને એટલા માટે જ ગુજરાતની જનતા ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ મૂકો ૧૯૯૫થી રાજ્‍યમાં સત્તાના સુકાન સૌંપે છે. દેશના યશસ્‍વી વડાપ્રધાન  નરેન્‍દ્રભાઇ મોદી સાહેબે ૨૪ કલાક વિજળી આપી છે, ઘેર ઘેર પિવાનું શુધ્‍ધ પાણી પુરૂ પાડ્‍યું છે. સૌથી વધુ રોજગારી આપનારૂ ગુજરાત બનાવ્‍યું છે.

  મનસુખભાઈ માંડવીયાજીએ વધુમાં જણાવ્‍યું હતું કનરેન્‍દ્રભાઇ મોદી સાહેબે દેશના વડાપ્રધાન તરીકે સત્તાના સુકાન સંભાળ્‍યા બાદ ખેડૂતો સમયસર બિયારણ મેળવી વાવણી કરી શકે તે માટે વાર્ષિક રૂ. ૧૨૦૦૦/- ડીબીટી મારફતે સીધા જ તેમના ખાતામાં જમાં કરાવે છે. ખેડૂતોને ૦ ટકા વ્‍યાજે ધિરાણ આપવાની શરૂઆત કરી છે. ગરીબ માણસોને જટીલ રોગની સારવાર મફત મળી રહે તે માટે આયુષ્‍યમાન કાર્ડ આપ્‍યાં છે. આ કાર્ડ હેઠળ પરિવારના દરેક સભ્‍યોને રૂ. પાંચ-પાંચ લાખ સુધીની સારવાર મફત આપવામાં આવે છે. નર્મદા ડેમ થી ૧,૨૦,૦૦૦ કિ. મી. સુધીની પાઈપલાઈન મારફતે સૌરાષ્‍ટ્ર અને કચ્‍છ ના લોકોને પિવાનું શુધ્‍ધ પાણી પુરૂ પાડ્‍યું છે. સૌની યોજના હેઠળ વેડફાતું પાણી સૌરાષ્‍ટ્રના ડેમો ભરવાનું ભગીરથ કાર્ય કર્યું છે. દેશના યશસ્‍વી વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી અને શ્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલની ડબલ એન્‍જિનની સરકાર દ્વારા આવા જન હિતકારી અને વિકાસ લક્ષી કાર્યા સતત કરતી હોવાથી ભરોસાની ભાજપા સરકાર કહેવામાં ભારતીય જનતા પાર્ટીનો નાનામાં નાનો કાર્યકર કહેવામાં શરમ અનુભવતો નથી.

 મનસુખભાઈ માંડવીયાએ વધુમાં જણાવ્‍યું હતું કે, દેશમાં કોરોના, રશીયા અને યુક્રેનનું યુધ્‍ધ જેવી આપત્તિઓના કારણે વસ્‍તુઓના ભાવો વધ્‍યાં છે. પરંતુ ખેડૂતોને આપવામાં આવતા બિયારણમાં કોઇપણ જાતનો ભાવ વધારો કરવામાં આવ્‍યો નથી કે બિયારણની અછત ઉભી થવા દીધી નથી. ભારત સરકારનું બજેટ ૨.૫૦ લાખ કરોડનું છે પરંતુ ખેડૂતોને ૨.૫૦ લાખ કરોડની સબસીડી ખેડૂતોને આપવામાં આવશે અને એટલા માટે જ ભાજપાની સરકાર ખેડૂતોની સરકાર છે. કોરોના જેવી મહામારીમાં વિશ્વના તમામ દેશો ભારત પાસેથી દવા અને વેક્‍શીન મંગાવી રહ્યાં હતા અને ભારતે તમામ દેશોને વેકસીન અને દવાઓ પુરી પાડી છે એટલા માટે ભાજપાની સરકારને ભરોસાની સરકાર છે, ખેડૂતોની સરકાર છે, ગરીબોની સરકાર છે. છેવાડાના માનવી સુધી ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા જાહેર કરેલ દરેક યોજનાઓનો લાભ મળી રહે અને રાજયમાં વિકાસની યાત્રા અવિરત ચાલુ રહે તે માટે જસદણ વિધાનસભાના ઉમેદવાર શ્રી કુંવરજીભાઇ નામનું કમળ ગુજરાત વિધાનસભામાં જંગી બહુમતીથી મોકલી આપવા અપીલ કરી હતી.

રાજકોટ જિલ્લાના જસદણ વિધાનસભાના ઉમેદવાર શ્રી કુંવરજીભાઇના સમર્થનામાં યોજાયેલ આ જનસભામાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ ઉપાધ્‍યક્ષશ્રી ડો.ભરતભાઇ બોઘરા, સંતગણ, પાટીદાર સમાજના આગેવાનો, વિવિધ સમાજના આગેવાનો જિલ્લા સંગઠનના હોદેદારો, ચૂંટાયેલી પાંખના પ્રતિનિધિઓ તેમજ વિશાળ સંખ્‍યામાં જનમેદની ઉપસ્‍થિત રહી હતી.

(4:37 pm IST)