Gujarati News

Gujarati News

News of Wednesday, 19th January 2022

વર્ષોથી સમસ્યારૂપ ધ્રોલના લતીપુર- સગારીયા રોડનું કામ મંજૂર કરાવવા પૂનમબેન માડમને આવેદન

લતીપુર, તા.૧૯: ધ્રોલ તાલુકાના સગારીયા ગામ ખાતે માલધારી નેસડા ઓ માં આપવામાં આવેલ વિદ્યુત જોડાણ ઉધ્દ્યાટન તથા આ વિસ્તારના પુરા પણ એવા મેલડી માતાના મંદિરે આયોજિત માંડવાના પ્રસંગે પધારેલા સાંસદ શ્રી પૂનમબેન માડમને લતીપુરની આંતરરાષ્ટ્રીય ખ્યાતનામ શ્રી પટેલ રાસ મંડળી ના પ્રમુખ તથા પત્રકાર મહેન્દ્રભાઈ આણદાણી, લતીપુરના સરપંચ સરવૈયા, સગાડીયાના સરપંચ શ્રી પદુભા જાડેજા, લતીપુરના માજી સરપંચ શ્રી લાલજીભાઈ સંખાવરા, જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી મનસુખભાઈ ચાભાડિયા તથા શ્રી લવજીભાઈ તળાવીયા, ઉપસરપંચ શ્રી મનોજભાઈ રામાણી વગેરે એ વર્ષોથી સમસ્યારૂપ બની રહેલ લતીપુર થી સગારીયા ના રોડનું કામ મંજૂર કરાવવા માટે આવેદનપત્ર આપેલ.

એકાદ વર્ષ પહેલા સર્વે થઇ અને સરકાર શ્રી મા દરખાસ્ત કરાયેલ આ રોડનું કામ તાત્કાલિક મંજૂર કરાવી અને પૂર્ણ કરાવવા માટે ભાજપ અગ્રણી શ્રી દેવાણંદભાઈ જીલરીયા એ સાંસદ શ્રીને વિનંતી કરેલ.

શ્રી પૂનમબેન માડમે આ કામ તાત્કાલિક ધોરણે મંજૂર કરાવી વિસ્તારનો પ્રશ્ન ઉકેલવા માટે સર્વે અગ્રણીઓને ખાતરી આપવામાં આવેલ છે.

(10:14 am IST)