Gujarati News

Gujarati News

News of Thursday, 19th January 2023

મોરબીની ઓમ હોસ્પિટલમાં કાન,નાક અને ગળાની જટિલ શસ્ત્રક્રિયાનો વર્કશોપ યોજાયો

બે દિવસમાં અંદાજે ૧૪ જટિલ ઓપરેશન આધુનિક પદ્ધતિથી કરાયું : રાજ્યભરના ૧૧૮ જેટલા ઈ.એન.ટી. સર્જનોએ હાજરી આપી

મોરબી શહેરની ઓમ હોસ્પિટલ ખાતે કાન, નાક અને ગળાની જટિલ શસ્ત્ર ક્રિયાનો વર્કશોપ તાજેતરમાં યોજાયો હતો જેમાં વિખ્યાત સર્જન ડો. સતીષ જૈન દ્વારા બે દિવસમાં અંદાજે ૧૪ જટિલ ઓપરેશન આધુનિક પદ્ધતિથી કરવામાં આવ્યા હતા

વર્કશોપમાં રાજ્યભરના ૧૧૮ જેટલા ઈ.એન.ટી. સર્જનોએ હાજરી આપી હતી અને વર્કશોપનું યુ ટ્યુબ પર જીવંત પ્રસારણ પણ કરવામાં આવ્યું હતું વર્કશોપને સફળ બનાવવા ડો. હિતેશ પટેલ, ડો. પ્રેયસ પંડ્યા, ડો. કૃતિકા શાહ, ડો.અજય સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.

(10:31 pm IST)