Gujarati News

Gujarati News

News of Thursday, 19th January 2023

મોરબીમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલ બે મહિલાઓ વેપારીની નજર ચૂકવી દાગીના ચોરી ગઈ

નજર ચૂકવી બે મહિલા ૨.૫૦ લાખના દાગીનાની ચોરી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી.

મોરબી :શહેરના સોની બજારમાં જવેલર્સની દુકાનમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલ બે મહિલાઓએ વેપારીની નજર ચૂકવી અઢી લાખની કિમતની સોનાની ૧૦ જોડી બુટીની ચોરી કરી નાસી ગઈ હતી જે બનાવ મામલે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે

  મોરબીના રવાપર ઘુનડા રોડ પર શ્રીજી હાઈટ્સ બ્લોક નં ૧૦૩ માં રહેતા હાર્દિક ધીરેન્દ્રભાઈ રવેશિયાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૧૫ ના રોજ ફરિયાદી હાર્દિકભાઈ અને તેના કાકા અલ્કેશભાઈ રવેશિયા સોની બજારમાં આવેલ અંબાજી જવેલર્સ નામની દુકાને હોય ત્યારે બપોરે ત્રણેય વાગ્યાના અરસામાં બે મહિલા ગ્રાહક તરીકે આવી હતી અને કાનની બુટી લેવાનું કહેતા કાકાએ મહિલાઓને સોનાની બુટી વારાફરતી બતાવી હતી અને બુટી જોઇને બાદમાં જતી રહી હતી જેને દુકાનમાંથી કોઈ ખરીદી કરી ના હતી મહિલાઓના ગયા બાદ હાર્દિકભાઈ અને તેના કાકાએ જોતા ટેબલ નજીક રાખેલ સોનાની બુટીનું બોક્ષ જોવા મળ્યું ના હતું જે બોક્સમાં દસ જોડી બુટી હોય જેનું વજન આશરે ૪૪.૯૬૦ ગ્રામ કીમત રૂ ૨,૫૦,૦૦૦ ની ચોરી કરી ગઈ હતી.
મોરબી સીટી એ ડીવીઝન પોલીસે બે અજાણી મહિલાઓ વિરુદ્ધ ચોરીની ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે તેમજ દુકાનમાં લગાવેલ સીસીટીવી કેમેરાને આધારે વધુ તપાસ ચલાવી છે

(12:08 am IST)