Gujarati News

Gujarati News

News of Thursday, 19th January 2023

સહકાર ભારતી મોરબી દ્વારા 20મીએ સહકારી અગ્રણીઓનું સંમેલન યોજાશે.

મોરબી :  સહકાર ભારતી મોરબી શાખા દ્વારા જાન્યુઆરીએ સહકાર ભારતીનો સ્થાપના દિવસ હોવાથી તારીખ 12 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી સુધી સહકાર સપ્તાહનું આયોજન કરાયું છે. જે અંતર્ગત તારીખ 20 જાન્યુઆરીના રોજ મોરબી જિલ્લાના સહકારી અગ્રણીઓનું સંમેલન યોજાશે.

આ કાર્યક્રમ અંતર્ગત તારીખ 20 જાન્યુઆરી ને શુક્રવારના રોજ સવારે 9 કલાકે મોરબીના કાયાજી પ્લોટના ધન્વંતરિ ભવન ખાતે આ સંમેલન યોજાશે. જેમાં ડો. જે.એસ. ભાડેશિયા (સંઘ સંચાલક પશ્ચિમ ક્ષેત્ર)ના હસ્તે દિપ પ્રાગટ્ય કરવામાં આવશે. આ ઉપરાંત કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે મોરબી-માળીયના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા હાજર રહેશે અને સહકાર ભારતી પરિવારની બુકલેટનું વિમોચન કરશે. આ ઉપરાંત અતિથિ વિશેષ તરીકે માર્કેટિંગ યાર્ડ મોરબીના અધ્યક્ષ મગનભાઈ વડાવીયા, કેશવ કો.ઓ.ક્રેડિટ સોસાયટીના ચેરમેન ડી.એમ. બાવરવા, સહકાર ભારતી મોરબીના પૂર્વ પ્રમુખ અનિલભાઈ મહેતા અને રાજકોટ નાગરિક બેંકના ચેરમેન દિપકભાઈ બકરાણીયા હાજરી આપશે. જેમાં મોરબી જિલ્લાના સહકારી ક્ષેત્રે જે તે સહકારી બેંક મંડળી સેવા સહકારી ક્ષેત્રે જે તે સંસ્થાના પ્રમુખ, પ્રતિનિધિ અથવા સભ્યો કે હોદ્દેદારો અને સહકાર ભારતીના તમામ કાર્યકરોને ઉપસ્થિત રહી સહકારી ક્ષેત્રને મજબૂત બનાવવા પ્રમુખ ડો. બી.કે. લહેરૂ દ્વારા અનુરોધ કરાયો છે.

   
(12:30 am IST)