Gujarati News

Gujarati News

News of Thursday, 19th January 2023

મીઠાપુર નૂતન બાલશિક્ષણ સંઘમાં વાર્ષિક રમતોત્‍સવ ઉજવાયો

 મીઠાપુરઃ ઓખામંડળ તાલુકાનાં મીઠાપુર ગામે આવેલી વર્ષો જૂની અને પ્રસિધ્‍ધ એવી શ્રી મીઠાપુર નૂતન બાલશિક્ષણ સંઘ શાળામાં વાર્ષિક રમતોત્‍સવ ઉજવવામાં આવ્‍યો હતો. આ રમતોત્‍સવમાં મુખ્‍ય મહેમાન તરીકે રંજની કામથ ઉપસ્‍થિત રહ્યા હતા. આ ઉપરાંત શાળાની કમિટીનાં સભ્‍યો તથા મીઠાપુરનાં નવનિયુક્‍ત ઇન્‍ચાર્જ પી.આઇ. મનીષ મકવાણા પણ હાજર રહ્યા હતા  આ કાર્યક્રમની શરૂઆતમાં મુખ્‍ય મહેમાનોને આવકાર આપી તેમના સ્‍વાગત કરાયા બાદ પ્રાર્થના કરી શ્રીમતી રંજની કામથ દ્રારા મશાલ પ્રજવલ્લિત કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્‍યો હતો. ભૂલકાઓ દ્વારા અલગ અલગ અનેકવિધ રમતો, યોગા અને સાંસ્‍કળતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્‍યા હતા. ત્‍યારબાદ બાળકોને ઇનામો પણ ઉપસ્‍થિત મહેમાનો દ્વારા આપવામાં આવ્‍યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાનાં કા. આચાર્યા આરતીબેન પી. કંસારા સહિત બધા જ શિક્ષકગણ દ્વારા ભારે મેહનત ઉઠાવવામાં આવી હતી.(તસ્‍વીર અહેવાલઃ દિવ્‍યેશ જટણીયાઃ મીઠાપુર)

(10:30 am IST)