Gujarati News

Gujarati News

News of Thursday, 19th January 2023

ખંભાળિયામાં આર.ટી.ઓ તથા દ્વારકા પોલીસ દ્વારા એસટીના ડ્રાઇવરોનું મેડીકલ તથા આંખોનું ચેકઅપ કરાવાયું

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા તા. ૧૯ : તાજેતરમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર એમ. અ.ે પંડ્‍યા તથા જિલ્લા પોલીસ વડા નિતેશકુમાર પાંડેના માર્ગદર્શન હેઠળ એઆરટીઓ જી.વી. તલસાણીયા તથા ટ્રાફિક પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર એન ડી કળોતરા દ્વારા એસટી બસના ડ્રાઇવરોનો મેડિકલ તથા આખોની તપાસનો  કેમ્‍પ ખંભાળિયા એસટી ડેપો મેનેજરના સંકલનથી રાખવામાં આવ્‍યો હતો. આ કેમ્‍પમાં સરકારી હોસ્‍પિટલના તબીબોની ટીમ દ્વારા તથા ખંભાળિયા ડોક્‍ટર અસોસીએશન ડોક્‍ટર નિસર્ગ રાણીંગા તથા ડોક્‍ટર નીરવ રાયમંગીયાના સહકારથી આંખોના ચેક અપની પણ વ્‍યવસ્‍થા થઈ હતી. આરોગ્‍ય ચકાસણીમાં જે ખામી બહાર આવી તે અંગે જાણકારી આપી માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું.

(10:35 am IST)