Gujarati News

Gujarati News

News of Thursday, 19th January 2023

મોરબી દશનામ ગોસ્‍વામી યુવક મંડળ દ્વારા ચતુર્થ રજવાડી સમૂહલગ્ન યોજાશે

મોરબી તા.૧૯ : દશનામ યુવક મંડળ દ્વારા આયોજિત ચતુર્થ રજવાડી સમૂહ લગ્નોત્‍સવનું આયોજન તા ૧૧-૦૩-૨૦૨૩ ના રોજ પ્રથમવાર રાત્રી સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્‍યું છે આ સમૂહલગ્નમાં દીકરો અથવા દીકરી બે માંથી એક મોરબી જીલ્લાના હોવા જોઈએ આ સમૂહલગ્ન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૧-૨-૨૦૨૩ સુધી રાખવામાં આવી છે. આ સમૂહલગ્ન માં નામ નોંધણી કરવા માટે તેમજ દીકરીઓને કરિયાવરમાં ચીજવસ્‍તુઓ સહિત દાન આપવા માટે મોરબી દશનામ ગોસ્‍વામી યુવક મંડળ કાર્યાલય ઓફીસ શિવ ડીઝીટલ ૨૦ ઘનશ્‍યામ ચેમ્‍બર દરિયાલાલ ઇલેક્‍ટ્રોનિકસ ની બાજુ માં જુના મહાજન ચોક મોરબી અથવા વધુ વિગત માટે તેજશગીરી મો.  ૯૮૭૯૫ ૯૦૧૪૬ અમિતગીરી મો. ૯૯૧૩૮ ૯૬૯૧૭ ઉપર સંપર્ક કરવા યાદી માં જણાવાયું છે.

(10:38 am IST)