Gujarati News

Gujarati News

News of Thursday, 19th January 2023

માળીયા હાટીનાની ચાણકય સ્‍કૂલની કૃતિ સૌરાષ્‍ટ્ર ઝોનમાં પ્રથમ

 માળીયા હાટીના : ચાણકય શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સૌરાષ્‍ટ્ર જોન કક્ષના ગણિત વિજ્ઞાન અને પર્યવરણ પ્રદર્શન પોરબંદર ખાતે યોજવામાં આવેલ. જેમાં પોરબંદર, જૂનાગઢ, અમરેલી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ અને જામનગર જિલ્લાના ૬૦ જેટલી શાળાઓના ૧૨૦ જેટલા વિદ્યાર્થીઓ દ્વારા પ્રાથમિક અને માધ્‍યમિક વિભાગમાં પોતાની કળતિઓ રજૂ કરવામાં આવેલ. જેમાંથી માળીયા હાટીના ચાણકય શાળા દ્વારા વિભાગ ૧ માં ઇલોક્‍ટ્રોનિક બ્‍લુટુથ કંટ્રોલ દિવસની કળતિ રજૂ કરી હતી. જે રોજિંદા જીવનમાં ઉપયોગી ડીવાઈસને કનેક્‍ટ કરી ઉપયોગ કરવામાં ઉપયોગી હોય પ્રથમ નંબરે પસંદ કરવામાં આવેલ. શાળાના બાળકોની આ કળતિને જોનલ લેવલે પસંદગી થતાં શાળાના આચાર્ય બાલુભાઈ ભોજક, ટ્રસ્‍ટી ઉદયસિંહ સિસોદિયા સહિત દ્વારા અભિનંદન આપવામાં આવેલ હતા.(તસ્‍વીર-અહેવાલ : મહેશ કાનાબાર માળીયા હાટીના)

(10:38 am IST)