Gujarati News

Gujarati News

News of Thursday, 19th January 2023

ઓખા-બિકાનેર સ્‍પેશ્‍યલ ટ્રેનનો પ્રારંભ

(ભરત બારાઇ દ્વારા) ઓખા તા. ૧૯ :.. મુસાફરોની સુવિધા માટે રેલ્‍વેએ ઓખા બિકાનેર વચ્‍ચે સ્‍પેશીયલ વિન્‍ટર ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે. આ ટ્રેન વિશેષ ભાડા સાથે દોડશે. તા. ૧૧ ના બુધવારે ઓખા સ્‍ટેશનેથી સાંજે ૬.૩૦ વાગ્‍યે ઉપડી હતી.

જેનો પ્રારંભ જીવદયા પ્રેમી ધર્મયાત્રા સંઘના જિલ્લા અધ્‍યક્ષ જગદીશભાઇ શાષાી, ડીઆરયુસીસી દિપકભાઇ રવાણી, રમેશભાઇ મજીઠીયા, યશવંતભાઇ કેર, વગેરે વેપારી અગ્રણીઓએ ટ્રેન પાયલોટ તથા ટીટી ને શુભેચ્‍છા પાઠવી હતી. આ ટ્રેન કાયમી ધોરણે ચલાવવા માંગણી કરી હતી.

આ ટ્રેન દર બુધવારે સાંજે ૬.૩૦ કલાકે ઓખાથી ઉપડશે. અને બીજા દિવસે સાંજે પ કલાકે બિકાનેર પહોંચશે. દ્વારકા, જામનગર, હાપા, રાજકોટ, સુરેન્‍દ્રનગર,  વિરમગામ, મહેસાણા, ભીલડી, રાનીવાડા, મારવાડ, ભીનમલા, મોડરણ, જાલોર, જોધપુર, મેરારોડ, નાગોર થઇ ઓખા ઉભી રહેશે. આ વિશેષ ટ્રેન ર૪ કોચની મુસાફરો માટે સુવિધાથી સજ્જ રહેશે.

(10:40 am IST)