Gujarati News

Gujarati News

News of Thursday, 19th January 2023

જૂનાગઢમાં સ્‍ટેટ મોનીટરીંગ સેલનો જુગાર અંગે દરોડો

અઢી માસથી ચાલતા જુગારધામ પરથી પાંચ પકડાયા : રાઇટર રાખીને ચલાવતા વરલી મટકાના જુગારનો પર્દાફાશ

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૨૯ : જૂનાગઢમાં સ્‍ટેટ મીનટરીંગ સેલના કાફલાએ ખાબકીને રાઇટર રાખીને ચલાવતા વરલી મટકાનાં જુગારનો પર્દાફાશ કર્યો હતો.

જૂનાગઢમાં દોલતપરામાં યાર્ડ પાસે આવેલ કસ્‍તુરબા કોલોની નજીક ચાલતા પ્રતાપ ઉર્ફે પિન્‍ટુ કમલેશ મકવાણાના વરલી મટકા જુગારના અડા પર સ્‍ટેટ મોનીટરીંગ સેલના સ્‍ટાફે સાંજે દરોડો પાડયો હતો.

જેમાં પ્રતાપ મકવાણા પુના મનજીં ભડલીયાને રાઇટર તરીકે રાખી વરલી મટકાનો જુગાર રમાડતો હોવાનું ખુલ્‍યુ હતું અને અઢી માસથી આ જુગાર અડો શરૂ કરાયો હતો.

આ કાર્યવાહીમાં પ્રતાપ કમલેશ હાજર મળ્‍યો ન હતો. પરંતુ તેનો રાઇટર પુના મનજી તેમજ વરલીના આંકડા તેના બાલુ બોદુ વિશાલ સંઘી, લધુ કમાજી ઠાકરો, રમેશ રાણા જાદવ, અને બાબુ કાના ભેડાને ઝડપી લેવામાં આવેલ.

આ શખ્‍સો પાસેથી રૂા. ૧૭,૩૩૦ની રોકડ તેમજ વરલી મટકાના આંકડા લખેલ સ્‍લીપો અને ૪ મોબાઇલ તથા બાઇક મળી કુલ રૂા. ૫૩,૩૩૦નો મુદ્દામાલ કબ્‍જે કરી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

(10:52 am IST)