Gujarati News

Gujarati News

News of Thursday, 19th January 2023

મોરબી : સહકાર ભારતીનો કાલે સ્‍થાપના દિન ઉજવણી

મોરબી,તા ૨૯ : સહકાર ભારતી પ્રમુખ ડો.બી.કે.લહેરૂની યાદી જણાવે છે કે, સહકાર ભારતી સ્‍થાપના દિનની ઉજવણી ડો.જે.એસ.ભાડેશીયા (સંઘ સંચાલક પヘમિ ક્ષેત્ર)ના હસ્‍તે તા. ૨૦ને શુક્રવારે રાખેલ છે. મોરબી જીલ્લા સહકારી ક્ષેત્રે, જે તે સશકારી બેંક મંડળી સેવા સહકારી ક્ષેત્ર જે તે સંસ્‍થાના પ્રમુખ પ્રતિનિધિ અથવા સભ્‍યો કે હોદેદારો તા.૨૦ને શુક્રવારે સવારે ૯ કલાકે, ધન્‍વંતરી ભવન, ૧/૩ કાયાજી પ્‍લોટ, મોરબી ઉપસ્‍થિત રહેવા પ્રમુખ ડો.બી.કે.લહેરૂ, ખજાનચી ત્રંબકભાઇ મહેતા, મંત્રી મુકેશ મેઘાણીએ જણાવ્‍યું છે. સહયોગ શ્રી કેશવ કો.ઓ.બેંક, પટેલ ચેમ્‍બર્સ, શનાળા રોડ, મોરબીએ મળ્‍યો છે.

(10:56 am IST)