Gujarati News

Gujarati News

News of Thursday, 19th January 2023

ધ્રોલની ડી.એચ.કે. મુંગરા કન્‍યા વિદ્યાલયમાં યુવા દિનની ઉજવણી

(હસમુખરાય કંસારા દ્વારા) ધ્રોલ,તા. ૧૯ : ડી.એચ.કે. મુંગરા કન્‍યા વિદ્યાલય-ધ્રોલમાં ‘યુવા દિન' એટલે કે સ્‍વામી વિવેકાનંદની ૧૬૦મી જન્‍મજયંતિની ઉજવણી કરવામાં આવેલ. શાળાના પ્રાર્થનાખંડમાં કાર્યક્રમમાં આયોજન કરવામાં આવેલ. જેમાં પ્રાર્થના કાર્યક્રમ બાદ શિકાગો ‘ધર્મપરિષદ' નાટક ધો. ૧૧ની એનએસએસની બહેનોએ આબેહુબ પ્રદર્શિત કરેલ. ધો.૯ની વિદ્યાર્થીની ત્રિવેદી કૃપાલીએ સ્‍વામીજીના જીવન કવન વિશે તથા ધો.૧૧ની વિદ્યાર્થીની ગોહીલ માધવીએ સ્‍વામીજીના આચાય-વિચારોનું વર્ણન કર્યું હતું.

સિંધવ હીના, વાઢેર યામિની, પરમાર પાયલ, મુંગરા વિશ્વા સુંદર બોર્ડ વર્ક કરેલ., દુધાગરા હિરલ અને મુંગરા જેનિશાએ આકર્ષક રંગોળી બનાવેલ. આચાર્ય ડો.પ્રવિણાબેન તારપરાએ પ્રાસંગિક ઉદબોધન આપી સ્‍વામીજીને શ્રધ્‍ધાંજલી પાઠવેલ તથા સુંદર કાર્યક્રમની ઉજવણી બદલ વિદ્યાર્થીની બહેનો તથા માર્ગદર્શક શિક્ષક પુનિતાબેન, મમતાબેન તથા કાર્યક્રમનું સફળ સંચાલન કરનાર ભારતીબેન પરમારને અભિનંદન પાઠવેલ. સંસ્‍થાના પ્રમુખ રાઘવજીભાઇ પટેલ, ઉપપ્રમુખ વિજયભાઇ સોજીત્રા તથા સંચાલક વિજયભાઇ મુંગરાએ અભિનંદન પાઠવ્‍યા હતા.

(10:57 am IST)