Gujarati News

Gujarati News

News of Thursday, 19th January 2023

કચ્‍છ લોકસભા પરિવાર ઓપન કચ્‍છ ડે-નાઇટ ક્રિકેટ ટુર્નામેન્‍ટનો પ્રારંભ : ૧૩૮ ટીમો વચ્‍ચે થશે ટક્કર

સાંસદ વિનોદભાઇ ચાવડાના માર્ગદર્શન હેઠળ આયોજન : કચ્‍છ અને મોરબીના ધારાસભ્‍યોની ઉપસ્‍થિતિ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૧૯ : કચ્‍છ લોકસભા પરિવાર દ્વારાᅠ આઝાદીકા અમૃતકાલ અંતર્ગત સાંસદ ક્રિકેટ ટુર્નામેન્‍ટ ઓપન કચ્‍છ ડે-નાઈટ ક્રિકેટ ટુર્નામેન્‍ટનું સાંસદ વિનોદભાઇ ચાવડાના હસ્‍તે મહાનુભાવો, ક્રિકેટ ટીમના સદસ્‍યો, સમાજ નવ નિર્માણ ટ્રસ્‍ટ ના ટ્રસ્‍ટીઓ તથા ક્રિકેટ રસીયાની ઉપસ્‍થિતિમાં શુભારંભ કરાયો હતો.
કચ્‍છ જિલ્લા પંચાયત અધ્‍યક્ષશ્રી પારૂલબેન કારા, કચ્‍છ જિલ્લા ભાજપના અધ્‍યક્ષશ્રી અને ભુજ ધારાસભ્‍યશ્રી કેશુભાઈ પટેલ, ધારાસભ્‍યશ્રી વિરેન્‍દ્રસિંહ જાડેજા, ધારાસભ્‍ય શ્રીમતી માલતીબેન મહેશ્વરી, ધારાસભ્‍યશ્રી પ્રધુમનસિંહ જાડેજા, મોરબીના ધારાસભ્‍યશ્રી કાંતિલાલ અમૃતિયા, ધારાસભ્‍યશ્રી અનિરૂધ્‍ધભાઈ દવે, ધારાસભ્‍યશ્રી ત્રિકમભાઈ છાંગા, ભુજ નગરપાલિકા અધ્‍યક્ષશ્રી ઘનશ્‍યામભાઈ ઠક્કર ઉપસ્‍થિત રહ્યા જેમનું પાઘડી અને શાલ થીᅠ સમાજ નવ નિર્માણ ટ્રસ્‍ટના ટ્રસ્‍ટીઓ દ્વારા કરવામાં આવેલ હતું,ᅠ
ક્રિકેટ ગ્રાઉંન્‍ડ માં વૃક્ષા રોપણ કરી પર્યાવરણ જાગૃતિનો સંદેશ અપાયો હતો. રાષ્ટ્રગીત થી મેચનો શુભારંભ કરાયો હતો. રમતગમત ક્ષેત્રમાં કચ્‍છનું નામ રોશન કરનારા ખેલાડીઓનું સન્‍માન કરવામાં આવ્‍યું હતું. ક્રિકેટ ટુર્નામેંટ ના શુભારંભ પ્રસંગે મોરબી કચ્‍છના સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા એ જણાવ્‍યુ હતું કચ્‍છમાં સૌથી મોટી આ ટુર્નામેન્‍ટમાં ૧૩૮ થી વધુ ટીમો ભાગ લેશે. ખેલ જગતના ખેલાડીઓને પ્રોત્‍શાહન આપવામાં આપણાં માનનીય વડાપ્રધાનશ્રી, યુવા આદર્શ શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના સંકલ્‍પને સાર્થક કરવા આ ટુર્નામેન્‍ટનું લોકસભા પરિવાર દ્વારા આયોજન કરવામાં આવેલ છે,ᅠ
મેચ વિનરને ૫૧ હજાર, રનરઅપ ટીમને ૩૧ હજાર, મેચ ઓફ ધી સીરીઝને ૨૧ હજાર અને સૌથી ઉત્‍કૃષ્ઠ દેખાવ કરનારને બાઇકની શુભેચ્‍છા ભેટ આપવામાં આવશે સૌથી લાંબી ચાલનાર ટુનામેન્‍ટમાં દરેક ટીમના ખેલાડીઓને ઉત્‍સાહ વધારવા ક્રિકેટ રશિયાઓને ઉત્‍સાહ વધારવા ક્રિકેટ રશિયાઓને મેચો દરમ્‍યાન ઉપસ્‍થિત રહેવા સાંસદે આહવાન આપ્‍યું હતુંᅠ
આ ભવ્‍ય આયોજન સહભાગી સદસ્‍યો - આયોજકો તથા ખેલાડીઓ અને વ્‍યવસ્‍થા પદોની ઉત્તમ ખેલદિલી ભાવનાને આ પ્રસંગે પધારનાર મહાનુભાવો એ પ્રાસંગિક પ્રવચનમાં બિરદાવ્‍યા હતા.

 

(10:58 am IST)