Gujarati News

Gujarati News

News of Thursday, 19th January 2023

સોમનાથ મહાદેવના દર્શને કેન્‍દ્ર સરકારના રાજય નાણામંત્રી ડો.ભાગવત કરાડ

વેરાવળ-પ્રભાસ પાટણ : કેન્‍દ્ર સરકારના રાજ્‍ય નાણામંત્રી ડો.ભાગવત કરાડ સોમનાથ મહાદેવના દર્શનાર્થે સાંજે તેઓ સ્‍થાનિક અગ્રણીઓ સાથે સોમનાથ આવી પહોંચ્‍યા હતા. જ્‍યાં તેઓએ સોમનાથ મહાદેવના દર્શન કરેલા. સોમનાથ મહાદેવને પુષ્‍પો, હાર, બિલપત્ર સહિત પુજન સામગ્રીઓ અર્પણ કરી હતી. તેઓએ સોમનાથ મહાદેવને ગંગાજળ અભિષેક કર્યો હતો. શ્રી સોમનાથ ટ્રસ્‍ટના જનરલ મેનેજર શ્રી દ્વારા તેઓનું સ્‍વાગત સન્‍માન કરવામાં આવ્‍યું હતું. સોમનાથ મંદિરના દર્શન બાદ તેઓએ સોમનાથ મંદિર પરિસરની પણ મુલાકાત લીધી હતી. સોમનાથ સમુદ્ર દર્શન પથ, દક્ષિણ ધ્રુવ, સરદારશ્રીની પ્રતિમાની મુલાકાત લઇ મંદિરના જાજરમાન ઇતિહાસથી માહિતગાર બન્‍યા હતા. (તસ્‍વીર-અહેવાલ : દિપક કક્કડ- વેરાવળ, દેવાભાઇ રાઠોડ-પ્રભાસ પાટણ)

(11:00 am IST)