Gujarati News

Gujarati News

News of Thursday, 19th January 2023

વાંકાનેરમાં માંધાતા પ્રાગટય દિવસની ઉજવણી

વાંકાનેર : પ્રાગટય દિવસની કોળી સેના માંધાતા ગ્રુપ વાંકાનેર ધામધુમથી ઉજવણી કરવામાં આવી હતી. જીનપરા મીલપ્‍લોટ ખડીપરા કુંભારપરા વિશીપરા વિસ્‍તારમાં માંધાતા પ્રાગટય દિવસે કોળી સમાજના ઇષ્‍ટદેવની દરેક વિસ્‍તારમાં મહાઆરતી પ્રસાદ વિતરણ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. આ તકે કોળી સેના માંધાતા ગ્રુપ મોરબી જીલ્લા પ્રમુખ રમેશભાઇ બી. મકવાણાનું મીલ પ્‍લોટ ખડીપરા જીનપરામાં કોળી સેના માંધાતા ગ્રુપના હોદેદારો કોળી સમાજના વડીલો દ્વારા સાફો પહેરાવી તલવારો ભેટ આપી હતી આ તકે રમેશભાઇ મકવાણાએ તમામ હોદેદારો કોળી સમાજના વડીલો આગેવાનો દરેક વિસ્‍તારનો આભાર માન્‍યો હતો. (તસ્‍વીર-અહેવાલ : મહમદ રાઠોડ-વાંકાનેર)

(11:00 am IST)