Gujarati News

Gujarati News

News of Thursday, 19th January 2023

જુનાગઢમાં જુગાર કલબનો પર્દાફાશઃ પિતા-પુત્રી, ત્રણ મહિલા સહિત ૧૪ શખ્‍સોની ધરપકડ

ત્રણ દિવસથી શરૂ થયેલા જુગારધામ પર સી ડીવીઝન પોલીસનો દરોડોઃ જુગારીઓ પાસેથી રોકડ સહીત કુલ રૂા. ૧,૪૭,૬પ૦નો મુદામાલ કબ્‍જે

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા., ૧૯: જુનાગઢના ટીંબાવાડી વિસ્‍તારમાં ત્રણ દિવસથી શરૂ થયેલ જુગારધામનો સી ડીવીઝનનો પોલીસે  પર્દાફાશ કરી પિતા-પુત્રી તેમજ ત્રણ મહિલા સહીત ૧૪ જુગારીને ઝડપી લઇ રૂા. ૧,૪૭, ૬પ૦નો મુદામાલ કબ્‍જે કરતા જુગારી આલમમાં હલચલ મચી ગઇ હતી.

જુનાગઢના ટીંબાવાડીમાં રહેતો કાળા ઇસા પલેમરને તેના રહેણાંક મકાનમાં જુગાર અડ્ડો શરૂ કર્યો હોવાની બાતમી સી ડીવીઝનના પોલીસ કર્મી રોહીત ધાધલને મળતા આજે વહેલી સવારે આઇજી મયંકસિંહ ચાવડા તથા ઇન્‍ચાર્જ એસપી મનોહરસિંહ જાડેજાની સુચનાથી ડીવાયએસપી હિતેશ ધાંધલીયાના માર્ગદર્શનમાં સી ડીવીઝનના પીએસઆઇ જે.એમ.વાળા તેમજ સ્‍ટાફના નિતેલ ભેશરીયા, રોહીત ધાધલ, ચેતનસિંહ સોલંકી, દિલીપ ડાંગર, મનીષ પુંબલી તથા ધાનીબેન ડાંગર વગેરેએ આજે વહેલી સવારે દરોડો પાડયો હતો.

આ કાર્યવાહીમાં પોલીસે જુગાર ધામનો સંચાલક કાળા ઇસા પાસેથી તેમજ તેની દિકરી શબીના કાળા પાસેથી ઉપરાંત રોજાદ સતાર મકરાણી, ઇરફાન ઇસ્‍માઇલ હાલા, મહમદ યુસુફ, મુસ્‍તાક મહમદ પીંજારા, મહેબુબ કાસમ કુરેશી, હસન મહમદ પીંજારા, ઇબ્રાહીમ ઓસમાણ પઠાણ, જયોતિબેન દિલીપ ભટ્ટ, યાસ્‍મીનબેન યહિદ પઠાણ, તેમજ ફાલીયા મુસા યતવા સહિત ૧૪ શખ્‍સોને જૂગાર રમતાં ઝડપી લીધા હતાં. સી ડીવીઝન પોલીસે જૂગારીઓ પાસેથી રૂા. પ૬૬પ૦ ની રોકડ તેમજ રૂા. ૯૧ હજારની કિંમતના ૧૧ મોબાઇલ સહિત કુલ રૂા. ૧,૪૭,૬પ૦ નો મુદામાલ કબ્‍જે કર્યો હતો.

આ અંગે પોલીસ કર્મી રોહિત ધાધલે  ફરીયાદી બની તમામની સામે જૂગાર ધારા હેઠળ ગુનો દાખલ કરાવ્‍યો હતો.

(11:37 am IST)