Gujarati News

Gujarati News

News of Thursday, 19th January 2023

હાઇકોર્ટમાંથી હુકમ મેળવતા માળીયાહાટીના કોર્ટમાં ક્રિમીનલ ઇન્‍કવાયરી દાખલ

ચોરવાડની પરિણિતાએ સત્‍ય હકીકતોનો ખુલાસો વિના

(કિશોર દેવાણી દ્વારા) કેશોદ, તા.૧૯: ચોરવાડની પરિણીતાએ રેકર્ડ ઉપરની સત્‍ય હકીકતનો ખુલાસો કર્યા વિના ગુજરાત હાઇકોર્ટમાંથી હુકમ મેળવતા  માળીયા હાટીના કોર્ટમાં ક્રિમીનલ ઇન્‍કવાયરી દાખલ થઇ હતી.

આવી જ કંઈક હકીકત સરકારી હોસ્‍પિટલ કેશોદના ફાર્માસિસ્‍ટ દીપેનભાઈ અટારાના ધ્‍યાને આવતા કે જેમના પત્‍ની ક્રિષ્‍ના ડો.ઓ. હરીભાઇ જમનાદાસ ધનેશા છેલ્લા દસ વર્ષથી વિના કારણે પતિ ગળહનો ત્‍યાગ કરી બંને સગીર પુત્રીઓ સાથે માવતર રહે છે જેથી જ તેમના પત્‍નીની ભરણપોષણની અરજી તમામ કોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવેલી છે અને તેમના પત્‍નીએ ગુજરાત હાઇકોર્ટમાંથી બંને પુત્રીઓ માટે ભરણપોષણની રકમમાં વધારો નીચેની અદાલતોમાં રેકર્ડ પરની જે સત્‍ય હકીકતો હતી તે જાણતા હોવા છતાં છુપાવી હાઇકોર્ટને ગેરમાર્ગે દોરી છેતરપિંડી અને વિશ્વાસઘાત કરી હુકમ મેળવેલ છે તેવું દીપેનભાઈના વકિલશ્રી બાબુલાલ સિંધવાને ધ્‍યાને આવતા તેમણે માળિયા હાટીનાની અદાલતમાં આ અંગે લેખિતમાં ફરિયાદ કરતા માળિયા હાટીના કોર્ટે આ ફરિયાદને ધ્‍યાને લઈ ક્રિમિનલ ઇન્‍કવાયરીનો હુકમ  ફરમાવેલ છે. સુ્‌પ્રીમ કોર્ટના ચુકાદા મુજબ આવા ફ્રોડથી મેળવેલ હુકમને ભલે તે હુકમ સુપ્રીમ કોર્ટમાંથી પણ કેમ મેળવવામાં આવેલો ન હોય તે ફ્રોડથી મેળવેલ હુકમને કોઈપણ સમયે કોઈપણ અદાલતમાં પછી તે સુપિરિયર કક્ષાની હોય કે ઇન્‍ફીનિયર કક્ષાની હોય તેની સામે ટ્રિબ્‍યુનલ કે કોઈ ફોરમમાં કોઈપણ સમયે રિટ, રિવિઝન કે કોલેટરલ પ્રોસિડિંગ્‍સમાં પડકારી શકાતી હોય તેવા સુપ્રીમ કોર્ટના જજમેન્‍ટને ધ્‍યાને લઈ અને ફરિયાદના અનુસંધાને જે રેકર્ડ પરના સાધનિક કાગળો ફરિયાદ સાથે રજૂ કરેલા છે તેને ધ્‍યાને લઈ માળીયાહાટીના કોર્ટ શું નિર્ણય કરશે તે તો સમય જ કહેશે. ફરિયાદી તરફે જૂનાગઢના વરિષ્ઠ વકીલશ્રી બી.એલ. સિંધવા રોકાયેલા છે.

(11:37 am IST)