Gujarati News

Gujarati News

News of Thursday, 19th January 2023

ઉના સ્‍વામિનારાયણ ગુરૂકુળ વિદ્યાલયનો ૩૩મો વાર્ષિકોત્‍સવ વકતૃત્‍વ તથા રંગોલી સહિત સ્‍પર્ધાઓ સાથે સંપન્‍ન

 (નવીન જોષી દ્વારા)ઊના,તા.૧૯ :  શ્રી સ્‍વામિ નારાયણ ગુરૂકૂળ વિદ્યાલયનો ૩૩મો વાર્ષીક ઉત્‍સવ ત્રણ દિવસ નો યોજાયો હતો જેમાં સંસ્‍થા ના સ્‍થાપક શાષાી સ્‍વામી માધવદાસજી ના માર્ગદર્શન હેઠળ બે દિવસ સૂધી જુદી જુદી રમતો, રંગોળી સ્‍પર્ધા, વકળત્‍વ સ્‍પર્ધા, સંગીત સ્‍પર્ધા માં ૭૦૦થી વધુ વિદ્યાથીઓ એ ભાગ લઈ શ્રેષ્‍ઠ દેખાવ કર્યો હતો.

સાંસ્‍કળતિક કાર્યક્રમ માં ઊના ના -ાંત અધિકારી અને સ્‍વામિ મંદીર ના કોઠારી સ્‍વામી રામકળષ્‍ણ દાસ અને આગેવાનો એ દીપ પ્રગટાવી ખુલ્લો મુકેલ હતો તેમજ ૩૦૦થી વધુ કલાકારો એ દેશ ભક્‍તિ નળત્‍ય, રાસ ગરબા કવવાલી, રાષ્‍ટ્ર ભક્‍તિ ના નાટકો રજૂ કર્યા હતા.

આ કાર્યક્રમ માં હાજર રહેલ ધારા સભ્‍ય કાળુ ભાઈ રાઠોડ એ રૂપિયા ૧૧હજારનું ઈનામ જાહેર કરી કલાકારોને પ્રોતસાહીત કરેલ હતાં વરસ દરમ્‍યાન સંસ્‍થામાં અભ્‍યાસ કરતા વિદ્યાર્થીઓ એ વિશિષ્ટ ઊચ્‍ચ સિધ્‍ધિ પ્રાપ્ત કરનારા ૨૭૫વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોને શિલ્‍ડ અને પ્રમાણ પત્રો આપી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા

તેમજ સંસ્‍થામાં સેવા આપતા આચાર્યો, શિક્ષકો, વહીવટ કરનારા અને અન્‍ય યોગ દાન આપનારા ભાઈઓ ને શિલ્‍ડ અને સનમાન પત્રો આપી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા કાર્યર્ક્‍મ ને સફળ બનાવવા તમામ લોકો એ જહેમત ઉઠાવી હતી.

(11:42 am IST)