Gujarati News

Gujarati News

News of Thursday, 19th January 2023

ઇંગ્‍લેન્‍ડનાં વિદ્યાર્થીઓ ચોટીલાના બાળકો સાથે વિસરાતી શેરી રમતો રમ્‍યા

લાંચેસ્‍ટરની પ્રાયમરી સ્‍કૂલનું પ્રતિનિધિ મંડળ ચોટીલાની સનસાઇન અને આદિત્‍ય સ્‍કૂલની મુલાકાતે આવ્‍યું

(હેમલ શાહ દ્વારા) ચોટીલા તા.૧૯: ઇંગ્‍લેન્‍ડની એક પ્રાયમરી શાળાનાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથેના પ્રતિનિધિ મંડળે ચોટીલાની બે શાળાની મુલાકત લઇ શૈક્ષણિક અને સાંસ્‍કૃતિક વિચારોની આપ લે કરી હતી

લાંન્‍ચેસ્‍ટરની ઈ.પી પ્રાયમરી સ્‍કૂલના ૧૬ વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે ૨૨ વ્‍યક્‍તિનું પ્રતિનિધિ મંડળે ચોટીલાની સ્‍કૂલ સનસાઈન અને આદિત્‍ય વિદ્યાલય ની શુભેચ્‍છા મુલાકાત લીધી હતી આ પ્રતિનિધિ મંડળ સ્‍ટુડન્‍ટ એક્‍સચેન્‍જ પ્રોગ્રામ હેઠળ ભારત આવેલ છે જે અતર્ગત તેઓ રાજકોટની પંચશીલ સ્‍કૂલની મુલાકાતે છે તેઓની આ પ્રવાસમાં ચામુંડાધામ ચોટીલાનાં વિદ્યાર્થીઓ મારફત ભારતીય સંસ્‍કૃતિથી પરિચિત કરાવ્‍યા હતા.

ઇંગ્‍લેન્‍ડથી આવેલા બાળકો ચોટીલાની સ્‍કૂલનાં વિદ્યાર્થીઓ સાથે વર્ગમાં બેસીને શિક્ષણ કાર્ય પધ્‍ધતિ સમજવાનો પ્રયાસ કર્યો હતો તેમજ ઇંગ્‍લેન્‍ડથી આવેલા શિક્ષકોએ તેઓની ભાષા અને ગણીત વિજ્ઞાન જેવા વિષયો સાથે પ્રાયમરી શિક્ષણ પધ્‍ધતિ મુજબ ક્‍લાસ લેક્‍ચર લઈ તેઓની શૈક્ષણિક પધ્‍ધતિ થી વાકેફ કર્યા હતા.

ચોટીલાની શાળાના બાળકો સાથે અનેક વિસરાતી જતી શેરી રમતો રમ્‍યા હતા.તેમજ વિનિમય કાર્યક્રમથી બંન્ને દેશના બાળકો એક્‍મેક્‍ની સંસ્‍ક્રુતિથી પરીચિત થાય,તેમેજ એક્‍બીજાની સામાજીક,સંસ્‍ક્રુતિક અને શૈક્ષણિક બાબતો જાણે તેમજ વસુધૈવ કુટુમ્‍બમ ની ભાવના પ્રબળ બને તથા ભાવિ પેઢી વૈશ્વિક નાગરીક તરીકે સમજદાર અને જવાબદાર બને તેવો આ સ્‍ટૂડન્‍ટ એક્‍સચેન્‍જ પોગ્રામનો મુખ્‍ય હેતુ રહેલો છે.

પ્રતિનિધિ મંડળ માં ઇંગ્‍લેન્‍ડનાં ડેપ્‍યુટી લોર્ડ લેનેંટ મિસીસ વીણા સોની, નોર્થ ઇંગ્‍લેન્‍ડ મિસ્‍ટર સાઇમન, મિસ્‍ટર કેલમ, મિસ બેંકી, મિસ નેઓમી, તેમજ વિદ્યાર્થીઓએ ચોટીલાના વિદ્યાર્થીઓની સાથે શૈક્ષણિક અને સંસ્‍કૃતિને લગતા વિચારોની આપ લે કરી હતી.

ઇંગ્‍લેન્‍ડમા ભારતના ગૌરવ સમાન મિસીસ વિણા સોની છે જેઓ બ્રિટીશ એમ્‍પાયર મેડલ ધારક એક્‍માત્ર એશિયન લેડી છે.તેઓ ઇંગ્‍લેન્‍ડના રાજા કે રાણીના ડેપ્‍યુટી લોર્ડ લેનેંટ તરીકે સેવા આપી રહ્યા છે તેઓએ વાતચીત કરતા કહેલ કે ઇંગ્‍લેન્‍ડનાં ગામડામાં વસતા બાળકોમાં ભારત એટલે જે તેઓનાં રીડીંગ અને ટીવી દ્વારા જોવા મળે છે તેવું જ છે પરંતું પ્રથમ વખત ભારતનો પ્રવાસ કરતા તેઓને નાના તાલુકાનાં સેન્‍ટરથી મોટા શહેરો જોયા અને તેમની જ ઉંમરનાં ચોટીલા જેવા નાના ટાઉનના વિદ્યાર્થીઓ સાથે શાળામાં જ એક દિવસ વિતાવ્‍યો શૈક્ષણ સાથે અનેક કલ્‍ચર સાથેની દિનચર્યા રહેણી કરણી સહિતનું જોઈ વિકસિત ભારતની નવી ઉંચાઇથી વાકેફ થયા છે.

આ પ્રતિનિધિ મંડળનું કુમકુમ તિલક સ્‍વાગત થી લઈને તેઓની મુલાકાતને અવિસ્‍મરણીય બનાવવા માટે સનસાઇન સ્‍કૂલના સંચાલક મહાવીરભાઇ ખાચર, કુલજીતભાઇ ખાચર, આચાર્ય રમેશભાઇ પરમાર, હિતેશભાઇ ગંગવાણી, જગદીશભાઈ ઉતેળીયા દ્વારા સંચાલન કરેલ હતું.

(11:43 am IST)