Gujarati News

Gujarati News

News of Thursday, 19th January 2023

ભાવનગરમાં કાળિયાબીડના શખ્‍સે મુંબઇથી મંગાવેલ બિયરના ૫ પાર્સલ ઝડપાયા

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૧૯: ભાવનગરના કાળિયાબીડ વિસ્‍તારમાં રહેતા મૂળ સથરા ગામના શખ્‍સે મુંબઈથી ટ્રાન્‍સપોર્ટ મારફત મંગાવેલ બીયરના ૨૩૫ ટીન સાથેના પાંચ પાર્સલ એલ.સી.બી.એ ઝડપી લઇ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

એલ.સી.બી. પોલીસ કાફલો પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે, ગોપાલ સુખાભાઈ બારૈયા રહે. કાળીયાબીડ, મૂળ રહે. સથરાવાળાએ નવાગામ ખાતે આવેલ વી. આર. એલ. ટ્રાન્‍સપોર્ટમાં દક્ષા હાર્ડવેરના નામે મુંબઈથી બિયરના ટીન ભરેલા પાર્સલો મંગાવેલા છે,અને આ પાર્સલ જુના બંદર રોડ પર આવેલી ટ્રાન્‍સપોર્ટની ઓફિસે પડ્‍યા છે. આ બાતમીના આધારે એલ.સી.બી.એ વી.આર.એલ. ટ્રાન્‍સપોર્ટની શહેરના જુના બંદર રોડ ઉપર આવેલ ઓફિસમાં તપાસ કરતા દક્ષા હાર્ડવેર લખેલા અને પ્‍લાસ્‍ટિકના કંતાન વડે વીંટેલા પાંચ પાર્સલ ખોલી તેમાં તપાસ કરતા બિયરના ૨૩૫ નંગ ટીન કિં. રૂ. ૩૦,૫૫૦ મળી આવ્‍યા હતા.

એલ.સી.બી.એ બિયર ભરેલા પાર્સલો કબજે કરી ગોપાલ બારૈયા વિરુદ્ધ ગંગાજળિયા પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્‍યો હતો.

(2:14 pm IST)