Gujarati News

Gujarati News

News of Thursday, 19th January 2023

વડિયામાં શૌચાલય આસપાસ ગંદકીથી લોકો હેરાનઃ હોબાળા મચાવ્‍યો

(ભીખુભાઇ વોરા દ્વારા) વડિયા, તા.૧૯: પોલીસ સ્‍ટેશન અને હોસ્‍પિટલની કવાર્ટર પાસે અવધ આર્કેટ શોપિંગ છે જયાં બનાવેલ મુતરડી નો શોષ ખાડો ન હોવાથી મળમૂત્ર રસ્‍તાઓમાં ફરી વળે છે અહીં પીવાના પાણીનો ટાંકો છે સ્‍થાનિકો અહીંથી પીવાના અને વાપરવાના પાણીનો ઉપયોગ કરે છે અહીં પશુઓ પણ પાણી પીવામાટે આવતા હોય છે અહીંના સ્‍થાનિકોને આ મળમૂત્ર રસ્‍તાઓમાં ફરી વળતા અવર જવરમાં પણ મુશ્‍કેલીઓ પડી રહી છે દુર્ગંધથી તો પરેશાન હતા હવે આ મળમૂત્ર પીવાના પાણીમા ભળી રહ્યા છે.

જો કે આ બાબતની અનેક વખત સ્‍થાનિકોએ ગ્રામપંચાયતે લેખિતમાં રજુઆત કરી છે પરંતુ આજદિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી આજે સ્‍થાનિકો અને મહિલાઓએ મીડિયાની સામે ઉગ્ર રોશભેર હોબાળો મચાવ્‍યો અને આવનારા સમયમાં કોઈ કાર્ય અહીં નહિ થાય તો ગાંધી ચીંધ્‍યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્‍ચારી છે.

આ બાબતને લઈને વડિયા ગ્રામપંચાયના સરપંચે પણ ખુલાસો આપ્‍યો છે કે અહીંના લોકોનો વરસો જૂનો પ્રશ્‍ન છે જ્‍યારથી અવધ આર્કેટ બન્‍યું ત્‍યારથી પ્રશ્‍ન છે હાલ એ પ્રશ્‍નનું નિરાકરણ ટૂંકા સમયમાં આવી જશે....જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતનું ધ્‍યાન દોર્યું હતું હાલ મંજૂરીઓ આવી ગઈ છે.ત્‍યારે આ વિસ્‍તારમા પીવાના પાણી અને મળમૂત્રની દુર્ગંધથી પરેશાન લોકોનો વર્ષો જુનો પ્રશ્‍ન વિકાસશીલ ગુજરાતમાં હવે હલ થશે ગ્રામપંચાયત સરપંચ મનીષભાઈ ઢોલરીયા દ્વારા જણાવાયું છે પરંતુ હલ થશે કયાં સમયે એ પણ આવનારો સમય બતાવશે.

(11:44 am IST)