Gujarati News

Gujarati News

News of Thursday, 19th January 2023

જુનાગઢઃ ધરતીકંપ સંબંધે થયેલ નુકસાન અંગેની ફરિયાદ નામંજુર

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૧૯ : જુનાગઢ ગ્રાહક તકરાર નિવારણ કમીશન કે જે ફોરમ કોર્ટથી ઓળખાય છે તે કાયદાની કોર્ટમાં જુનાગઢની રહીશે પોતાની સ્‍થાવર મિલ્‍કતમાં ધરતીકંપથ જે નુકસાનથયેલ છે તે નુકસાનની રકમ વિમા કંપની પાસેથી અપાવવા જે ફરીયાદ દાખલ કરેલ તે ફરીયાદ ફોરમ  કોર્ટ દ્વારા રદ કરી નામંજુર કરેલ છે.

આ કિસની વિગત એવી છે કે, જુનાગઢ ઝાંઝરડા રોડ પરની ગોલ્‍ડન સીટી-૩માં રહેતા પંકજકુમાર હિંમતલાલ વ્‍યાસ નામની વ્‍યકિતએ જુન-ર૦ર૦માં જુનાગઢ મુશળધાર વરસાદ પડેલ અને ૧૬-૭-ર૦ના રોજ જુનાગઢમાં ધરતીકંપના આંચકા આવતા તેમનામકાનમાં નુકસાની થયેલ તે નુકસાનીની રકમ રૂા.૧૦,પ૦,૦૦૦ વ્‍યાજ સહિત વસુલ કરવા ધી ન્‍યુ ઇન્‍ડીયા એન્‍શ્‍યુરન્‍સ કુ. લી. સામે પોતાના વકીલશ્રી મહેશભાઇ ચનાભાઇ ઝાલા (ધારાશાષાી એમ.સી. ઝાલા - જુનાગઢ) દ્વારા ગ્રાહક તકરાર નિવારણ કમીશનમાં ગ્રાહક જુનાગઢની ફોરમ કોર્ટમાં કેસ દાખલ કરેલ.

આ કેસમાં વકીલશ્રી મહેશભાઇ ચનાભાઇ ઝાલા (ધારાશાસ્‍ત્રી એમ.સી.ઝાલા - જુનાગઢ)ની દલીલો ધ્‍યાને લઇને ફોરમ કોર્ટના પ્રેસીડન્‍ટશ્રી વાય.ડી. ત્રિવેદી તથા મેમ્‍બર શ્રી કિશન જે. ઠાકરે ફગાવી દઇ આ કેસ રદ કરવાનો હુકમ કરી વળતર મેળવવા માટેની અરજી રદ કરેલ છે અને આ કેસમાં વીમા કંપની તરફે જુનાગઢનાં ધારાશાષાી શ્રી પ્રશાંત એન. વ્‍યાસ દ્વારા જે  દલીલો કરવામાં આવી તે ફોરમ કોર્ટે માન્‍ય રાખેલ હોવાનું ધારાશાષાીશ્રી પ્રશાંત એન.વ્‍યાસે યાદીમાં જણાવેલ છે.

(11:51 am IST)