Gujarati News

Gujarati News

News of Thursday, 19th January 2023

જામનગરમાં કેન્‍ટીનની આડમાં વિદેશી દારૂ વેચતા એક શખ્‍સ ઝડપાયો

અકસ્‍માતમાં ઇજા પામેલ આધેડનું સારવાર દરમિયાન મોત

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૯: અહીં સીટી એ પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. રૂષિરાજસિંહ લાલુભા જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, હર્ષદમીલની ચાલી, ફુડ ઈવનીંગ કેન્‍ટીન નામની દુકાનમાં આરોપી સંદિપભાઈ કાંતીલાલ નંદા એ ગેરકાયદેસર પાસ પરમીટવગર ભારતીય બનાવટની ઈંગ્‍લીશ દારૂની બોટલ નંગ-ર૪, કિંમત રૂ.૧ર,૦૦૦/- ના મુદામાલ સાથે રેઈડ દરમ્‍યાન ઝડપાઈ ગયેલ છે. તથા આરોપી અબ્‍દુલખાન દિલાવરખાન જતમલેકને અટક બાકી હોય આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પંચ બી પોલીસ સ્‍ટેશનમાં ભાવિનભાઈ રસીકભાઈ ચૌહાણ, ઉ.વ.રર, રે. મોરકંડા ગામના પાટીયા પાસે, દ્વારકાધીશ હોટલની સામે વાળા એ ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદી ભાવિનભાઈના પિતાજી રસીકભાઈ દામજીભાઈ ચૌહાણ ખીમલીયા ગામેથી સુરાપુરા ડાડાના મંદિરેથી દર્શન કરી સાયકલ લઈ ખીમલીયા ગામથી ઘરે પરત આવતા હતા ત્‍યારે ખીમલીયા ગામના પાટીયા પાસે રોડ પર આરોપી બજાજ પ્‍લેટીના નં. જી.જે.૧૦-ડીજી-૩પર૦ના ચાલકે પુરઝડપે, બેફીકરાઈથી  ગફલભરી રીતે ચલાવી મરણજનાર રસીકભાઈને હડફેટે લઈ પાડી દઈ શરીરે તથા માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી નાશી જઈ ઈજા પામનાર રસીકભાઈને સારવારમાં લઈ જતા ફરજ પરના ડોકટરે મરણ ગયેલાનું જાહેર કરતા મોત નીપજાવી નાશી જઈ આરોપીએ ગુનો કરેલ છે.

(1:41 pm IST)